Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભાવનગર: છેતરપિંડીથી 75 લાખના હીરા લઇ જવાના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

 

ભાવનગર :છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને અંદાજે 75 લાખની કિંમતના હીરા લઇ જવાના ગુન્હામાં છેલ્લા વર્ષથી નાસતા ફરતા આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ હતી

  ઉક્ત  સુચના મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા તથા પો.કો.ચિંતનભાઇ મકવાણાને બાતમી મળેલ કે,ઘોઘા રોડ પો.સ્ટે.ગુ..નં.૧૧૭/૧૨ .પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી હિરાભાઇ જીણાભાઇ શિવાજી સર્કલમાં ઉભેલ છે.તેણે ભુરો લાઇનીંગવાળો શર્ટ તથા લીલા કલર જેવું પેન્ટ પહેરેલ છે

    બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં હિરાભાઇ જીણાભાઇ ભડીયાદરા (..૫૭) ( રહે.મુળ-ઇંગોરાળા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ-રૂમ નં.એફ/૬૦૨,ગુ.હા.બોર્ડ,ગણેશ રેસીડન્સી,અમરોલી,સુરત )હાજર મળી આવેલ.તેની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં અટક કરવાનો બાકી હોવાનું જણાવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.

 છેતરપીંડી-વિશ્વાસઘાત કરી રૂ.૭૫ લાખનાં હિરા લઇ જવાનાં ગુન્હામાં છેલ્લાં વર્ષથી નાસતાં- ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ  ટીમને સફળતા મળેલ છે

  સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ.ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.એલ.સી.બી.ભાવનગર તથા એલ.સી.બી.સ્ટાફનાં પ્રદ્યુમનસિંહ ગોહિલ,રાકેશભાઇ ગોહેલ, કલ્યાણસિંહ જાડેજા,  દિલુભાઇ આહિર, રાજેન્દ્દસિંહ સરવૈયા,ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(10:59 pm IST)