Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કોડીનારના ભારતીય જવાનનો અપહરણ બાદ છૂટકારો : રાયપુરમાં નકસલીઓએ રોકી હતી બસ

યુવકની તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી રાયપુર ખાતે બદલી થઈ હતી

ગીર-સોમનાથ તા. ૨૫ : કોડિનાર તાલુકાના દેવળી ગામના એક જવાનનું જમ્મુથી રાયપુર જતી વખતે અપહરણ થયું છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે જવાનને કોઈએ કોફી દ્રવ્ય પીવડાવીને અપહરણ કરી લીધું હતું. અપહરણ કરવામાં આવ્યો તો યુવકનું નામ નરેશ ચુડાસમાં છે. છેલ્લે મળેલી માહિતી પ્રમાણે યુવકે અન્ય કોઈના ફોનમાંથી પોતાના પરિવારજનોને ફોન કરીને પોતે સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે દેવળી ગામનો નરેશ ચુડાસમાં છત્તીસગઢના રાયપુર ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો. યુવકની તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી રાયપુર ખાતે બદલી થઈ હતી. રાયપુર જતી વખતે રસ્તામાં જ આ જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સીઆરપીએફનો જવાન જે બસમાં જઈ રહ્યો હતો તે બસને નકસલીઓએ રોકી હતી. બાદમાં નકસલીઓએ બસનો છોડી મૂકતા જવાનનો પણ છૂટકારો થયો હતો. આ બાબતે જવાને બીજાના ફોનમાંથી પરિવાર સાથે વાત કરીને પોતે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. જવાનની મુકતી બાદ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. જવાન આવતીકાલે પોતાના માદરે વતનમાં આવી પહોંચશે.(૨૧.૨૧)

(3:55 pm IST)