Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમરેલીના પ્રતાપપરા પાસે ટ્રક હડફેટે મુસ્લિમ યુવકનું મોત

અમરેલી તા.૨૫: પ્રતાપપરા નજીકથી પસાર થતા અયુબ ગફારભાઇ ભટ્ટીને ટ્રક નં. જી.જે. ૦૪ ટી ૯૮૭૩ના ચાલકે ટ્રક બેફિકરાઇથી ચલાવી હડફેટે લઇ મોત નિપજાવી નાસી ગયાની ફરિયાદ તાલુકા પોલીસમાં મુનાફબાપુ અબાસઅલીએ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અમરેલીમાં ચોરી

 અમરેલીમાં ચિતલરોડ ગુરુકૃપા નગરમાં રહેતા ધર્મેશ હર્ષદરાય ત્રિવેદીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી કબાટમાંથી રોકડ તથા કપડા મળી કુલ કિ.રૂ. ૭૦૦૦ની મુદ્દામાલની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ થવા પામી છે.

બાબાપુર નજીક રેતી ચોરી

 અમરેલીના બાબાપુર નજીક શાંતાલી નદીના પટ માંથી રેતી ચોરી કરતા પરસોતમ હનુ પરમાર, સુરેશ વિરા તથા ટ્રક અને ડમ્પર ચાલક પોતાના વાહન છોડી નાસી જતા બે શખ્સો મળી કુલ ચાર સામે રેતી આઠ ટન તથા મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯૦,૪,૦૦૦ સાથે ઝડપી લીધાની ફરિયાદ થવા પામી હતી.

ચમારડીથી હોન્ડા ચોરાયું

 બાબરાના ચમારડીમાં વલારડી ગામના ભીખા અરજણભાઇ પટેલે રાખેલું હિરોહોન્ડા મોટર સાયકલ કિ.રૂ. ૨૦,૦૦૦નું નં.જી.જે. ૩ એલ. એફ. ૩૫૨૯ કોઇ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં થવા પામી હતી.

(3:53 pm IST)