Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પોરબંદર મેમણવાડામાં મુસ્લિમ સમાજના ર જૂથ વચ્ચે અથડામણમાં પોલીસ દ્વારા ૮ વ્યકિતઓની ધરપકડ

પોરબંદર, તા. રપ : અહીં મેમણવાડામાં મુસ્લિમના ર જૂથ વચ્ચે અથડામણમાં પોલીસે ૮ વ્યકિતઓની ધરપકડ કરી છે.

કિર્તીમંદિર પોલીસ સ્ટેશનની પોલીસે મેમણવાડામાં જૂથ અથડામણ સંબંધે આઠ વ્યકિતઓ આરીફ હબીબ મલેક, આબીદ હુસેન કાદરી, ઇરફાન અનવર, યુસુફ કારૂક શેરવાની, અઝીઝ યુનુસ કાદરી, ઇમ્તીયાઝ ઇકબાલ મુકાદમ, આશીક હુસેન તથા શફી હનીફ બુખારીની ધરપકડ કરી છે તમામ આઠ શખ્સોને પોલીસ કોર્ટમાં રજૂ કરશે.

જૂથ અથડામણનો બનાવ બન્યો ત્યારે આ આઠેય વ્યકિતઓને પોલીસ ઉપાડી ગયેલ અને અજ્ઞાતવાસમાં રાખતા શબીર હબીબભાઇ મલેક દ્વારા તેના ભાઇ આરીફ હબીબ મલેક તથા અન્ય ૭ વ્યકિતઓને પોલીસ કોઇપણ કારણ વિના ઉપાડી ગયેલ હોય અને અજ્ઞાત સ્થળે રાખેલ તથા તમામની કોઇ ગુન્હાના કામે અટક કરવામાં આવેલ ન હોય તેમજ આઠેય વ્યકિતના કુટુંબોને કે સગાવહાલાઓને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાણ કરવામાં આવી ન હોય એડવોકેટ જગદીશભાઇ માધવભાઇ મોતીવરસ દ્વારા ક્રિ. પો. કોડની કલમ ૯૭ હેઠળ સર્ચવોરન્ટની માંગણી કરતી અરજી કોર્ટમાં કરેલ અને તેના અનુસંધાને નામદાર એડીશ્નલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી પોરબંદર કોર્ટ દ્વારા કીર્તી મંદિર પોલીસ સ્ટેશનના પી.આઇ. ઉપર તમામ ૮ વ્યકિતઓને નામદાર કોર્ટમાં હાજર કરવા નોટીસ અપાયેલ.

(3:53 pm IST)