Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગોંડલમાં કલાત્મક તાજીયા બનાવનાર ગૃપને પારિતોષિક આપી સન્માનિત કરાયા

ગોંડલ, તા.૨૪: ગોંડલ ખાતે ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા બનાવમાં આવ્યા હતા, થર્મોકોલ, જિલાઇટીનતા, રંગબેરંગી લાઈટ અને જરી વગેરે નું ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવાયા હતા, ગોંડલ ખાતે લાઇસન્સ દાર ૧૯ તાજીયા, ૧ હાથી અને એક અખેડો સામેલ થઈ નાના મોટા કુલ ૩૦ જેટલા કલાત્મક તાજીયાઓ રાજમાર્ગો ઉપર ફર્યા હતા જેમાં પ્રથમ નંબર વેરી દરવાજા તાજીયા નંબર ૭, દ્વિતીય નંબર દેવપરા તાજીયા નંબર ૯ અને ત્રીજી નંબર મતવા ઢોરા તાજીયા નંબર ૬ નો આવતા પારિતોષિક એનાયત કરાયા હતા.

આ તમામ તાજીયા ગોંડલ સુન્ની મુસ્લિમ જમાત નાં પ્રમુખ હાજી સલીમભાઈ ચૌહાણની આગેવાની હેઠળ શહેરના રાજમાર્ગો ઉપર નીકળ્યા હતા તથા ગોંડલ સુન્ની મુસ્લિમ યંગ કમીટી દ્વારા કલાત્મક તાજીયા બનાવનાર કમીટી ને પહેલા, બીજા અને ત્રીજા નંબર ના તાજીયા ને શિલ્ડ આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ તાજીયા દારો ને રોકડ પુરસ્કાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા તેવું ગોંડલ સુન્ની મુસ્લિમ યંગ કમીટી નાં પ્રમુખ આમદભાઈ એ. ચૌહાણે જણાવ્યુ હતું.(૨૩.પ)

(1:14 pm IST)