Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બોટાદ જીલ્લામાં જીલ્લા કક્ષાનો નવરાત્રી ગરબા- રાસ મહોત્સવ

સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાએ તા.૨૭ મી પહેલા અરજી મોકલવી

બોટાદ, તા.૨પઃ બોટાદ જિલ્લા રમત – ગમત અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ - ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષ નવરાત્રી ગરબા રાસ સ્પર્ધા યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી - બોટાદ દ્વારા ઉપરોકત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

જિલ્લામાં યોજાનાર આ ગરબા રાસ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાએ પૂરું નામ, સરનામું, જન્મ તારીખ, અભ્યાસ, વ્યવસાય, સંપર્ક નંબર અને ફોટા સાથેની અરજી તારીખ ૨૭ મી સપ્ટેમ્બર-૨૦૧૮ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન, ખસ રોડ, એ/એસ-૧૩, બોટાદ ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી સંસ્થા / મંડળોએ સ્પર્ધા માટે ૧૪ થી ૧૬ અને ૪ સહાયકોની સંખ્યા તથા રાસ સ્પર્ધા માટે ૧૪ થી ૩પ વર્ષ સુધીના યુવક / યુવતીઓ અને ગરબા સ્પર્ધા માટે ૧૪ થી ૩પ વર્ષ સુધીની યુવતીઓ ભાગ લઈ શકશે.(૨૩.૨)

(1:12 pm IST)