Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

દેરડી - કુંભાજીમાં જિલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા : ૭ થી ૧૪ વર્ષના બાળકો ભાગ લેશે

નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા - બાળ પ્રતિભા શોધ સ્પર્ધા

રાજકોટ, તા. ૨૫ : ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત - ગમત અધિકારીની કચેરી, રાજકોટ - ગ્રામ્ય દ્વારા સંચાલિત રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નવરાત્રી ગરબા - રાસ સ્પર્ધા તા.૯ ઓકટોબરના સાંજે ૭ કલાકે શ્રી નાલંદા વિદ્યાલય, મુ. દેરડી, કુભાંજી (તા. ગોંડલ, જી. રાજકોટ) ખાતે યોજવામાં આવેલ છે.

જીલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા.૧ ઓકટોબરના સવારે ૮:૩૦ થી હેમુગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં ૭ થી ૧૪ વર્ષના ભાઈઓ - બહેનો ભાગ લઈ શકશે. જયારે રાજકોટ - ગ્રામ્ય વિસ્તારના તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતાઓની જિલ્લા કક્ષા યુવા ઉત્સવ - ૨૦૧૮ પણ તા.૧ ઓકટોબરના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાશે.

આ જીલ્લા કક્ષાની ગરબા - રાસ સ્પર્ધા તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં  ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ તા.૫ સુધીમાં નિયત અરજી પત્રક જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ (૦૨૮૧) ૨૪૪૦૦૮૧ ખાતે સંપર્ક કરી મેળવી શકશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.(૩૭.૩)

(1:03 pm IST)