Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

અમરેલીમાં જુગારપ્રેમીઓને કાયદાનો અહેસાસ કરાવતી પોલીસઃ૩‘દિમાં ૧૦૨ રેડઃ ૬૧૨ ઝડપાયા રોકડ સહિત ૪ લાખનો મુદામાલ કબ્‍જે

હાલમાં શ્રાવણ માસ શરૂ હોય સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગારથી દ્યણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે અને કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય દ્વારા જુગારની બદીને સમાજમાંથી દુર કરવા અને જુગારીઓને પકડી પાડી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા જુગાર અંગે ડ્રાઇવ ગોઠવી ખાસ એક્‍શન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ હોય જે અન્‍વયે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્‍તારોમાં જુગાર રમતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઇડો કરી જુગારીઓને પકડી પાડી તેમની સામે જુગારધારા તળે કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 જુગાર રમતા ઇસમો ઉપર સફળ રેઇડ કરી જુગારધારા તળે કુલ ૧૦૨ કેસો ઝડપી   ૬૧૪ જુગારીઓને જુગાર રમતાં પકડી પાડવામાં આવેલ છે. 

જીલ્લાના જુદા જુદા વિસ્‍તારમાં જુગાર રમતા ઇસમો પાસેથી કુલ રોકડા રૂ.૧૨  તથા જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલ વાહનો, મોબાઇલ ફોન તથા જુગારના સાધનો/સાહિત્‍ય મળી કુલ ૨૪લાખનો જુગારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. 

સાતમ-આઠમ બે જ દિવસ દરમ્‍યાન સાતમ-આઠમ એટલે કે તા.૨૩તથા તા.૨૪એમ બે દિવસ દરમ્‍યાન અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જુગારના ૬૩ કેસો  કરી જુગાર રમતા ૪૦૪ આરોપીઓ પકડી પાડી તેમની પાસેથી લગભગ રૂ.૭ લાખ તથા જુગારના સાહિત્‍ય, અને જુગાર રમવા માટે ઉપયોગી સાધનો મળી કુલ કિં.રૂ.૧૪ લાખ નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

(1:14 pm IST)