Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ધોરાજીમાં દોઢ કિ.મી. લાંબી ઐતહાસિક શોભાયાત્રા નિકળી

જમ્‍મુ-કાશ્‍મીરમાં ૩૭૦ની કલમ હટાવવા જેના માનમાં ૩૭૦ ઇંચ રાષ્‍ટ્રધ્‍વજ સાથે ફલોર તે આકર્ષણ જમાવ્‍યું : વીર શહીદ જવાનોના ફલોટ ગાય બચાવો દેશ બચાવો ના ફલોટ : ત્રણથી વધુ ભાઇઓની રાસ મંડળીએ આકર્ષણ જમાવ્‍યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી શોભાયાત્રા રાહ ચીંધનાર ધોરાજીમાં દોઢ કિલોમીટર લાંબી જન્માષ્ટમી શોભાયાત્રા નીકળી હતી

ધોરાજીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જન્માષ્ટમી શોભાયાત્રા ને રાહ ચીંધવા નો યશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતની વિવિધ હિન્દુ સંસ્થાઓના માધ્યમથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો આજે વર્ષો બાદ પરંપરા સમસ્ત હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓના સહયોગથી ચાલુ રહ્યો છે 

જન્માષ્ટમી શોભાયાત્રા ધોરાજીના ખરાવાડ પ્લોટ બહુચરાજીના મંદિર ખાતેથી શનિવારે સવારે સાત કલાકે શાસ્ત્રોકત વિધિ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો શોભાયાત્રા દોઢ કિલોમીટર લાંબી હતી અને ખૂબ આકર્ષણ જમાવ્યું હતું જય શોભાયાત્રા ધોરાજીના વેલા ચોક ખાતે આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વી.ડી પટેલ લુહાર સમાજના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી શહેર ભાજપના પ્રમુખ હરસુખ ભાઈ ટોપિયા બજરંગ ગ્રુપ ના પ્રમુખ cc સી.સી અંટાળા રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ હર કિશન ભાઈ માવાણી  દિલીપભાઈ હોતવાણી પરેશ વાગડિયા મહેશ પટેલ બટુકભાઈ કંડોલીયા પોપટભાઈ કોયાણી મનસુખભાઈ (ભાજપ) અંટાળા વિજય બાબરીયા સહિતના અગ્રણીઓ શોભાયાત્રાનું સન્માન કર્યું હતું

શોભાયાત્રામાં જમ્મુ કાશ્મીર 370 ની કલમ હટાવતા જેની ખુશીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા 370 ઇંચ ના રાષ્ટ્રધ્વજ સાથે શણગારેલો ફ્લોટ આકર્ષણ જમાવ્યુ હતું તેમજ ભક્ત શ્રી તેજા બાપા રાસ મંડળી સાથે કષ્ટભંજન યુવક મંડળ ની રાસ મંડળી સાહેબ ને કેવી રીતે રાસ મંડળીઓ પણ આકર્ષણ જમાવ્યું હતું તેમજ જમ્મુ-કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા વીર જવાનો ની યાદમાં ફ્લોટ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના સ્ટેચ્યૂ સાથેનો ફ્લોટ તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ધોરાજી જુનું સ્વામીનારાયણ મંદિર પંચનાથ મહાદેવ મંદિર અર્જુન ગ્રુપ તેમજ યુવા ગ્રુપ માધવ ગૌશાળા શ્રી કૃષ્ણ ગૌશાળા સહિત ધોરાજી ની વિવિધ સંસ્થાઓ દ્વારા હિન્દુ સમાજને જાગૃત કરતા શણગારેલા ફલોટ રાખવામાં આવેલા હતા અંદાજે દોઢ કિલોમીટર લાંબી શોભાયાત્રા બહુચરાજીના મંદિરેથી પ્રારંભ થઈ અવેડા ચોક જેતપુર રોડ પોસ્ટ ઓફિસ ચોક રામ મંદિર ચોક થઈ સ્ટેશન રોડ ત્રણ દરવાજા સિંધી કાપડ બજાર દરબારગઢ સોની બજાર ખાતે આવી પહોંચતા વિસ્તારના અગ્રણી ધીરુભાઈ કોયાણી જતીનભાઈ પટેલ નિશાંત ઠુંમર હિતેશભાઈ ધીનોજા નરેશભાઈ પટણી નિમેશ અગ્રાવત વિગેરે શોભાયાત્રામાં સુંદર પોલીસ બંદોબસ્ત જાળવવા બદલ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશી તેમજ વિસ્તારના યુવા અગ્રણી કિશોરભાઈ રાઠોડ દિલીપભાઈ હોતવાણી નું પુષ્પો દ્વારા સ્વાગત કરાયું હતું

ધોરાજીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓમાં જન્માષ્ટમી શોભાયાત્રા માં આઈસક્રીમ ગુલ્ફી ચા શરબત ફરાળી બટેટા ફરાળી ચેવડો સહિતની વિવિધ સામગ્રીઓ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યો આવેલ હતું

શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન શોભાયાત્રા ત્રણ દરવાજા થી પીરખાના કુવા ચોક ખાતે આવી પહોંચતા ધોરાજીના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજ ની એકતા કાયમી માટે જળવાઈ રહે તે હેતુથી શોભાયાત્રાનો સન્માન કર્યું હતું

શોભાયાત્રા સવારે કલાકે પ્રારંભ થઈ અને બપોરે એક વાગ્યે બહુચરાજી મંદિર જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશી પીએસઆઇ જે.બી મીઠાપરા પી.એસ.આઇ વસાવા તેમજ ડી સ્ટાફના તેમજ એસઆરપી જવાનો હોમગાર્ડ જવાનો ગ્રામ રક્ષક દળ મહિલા પોલીસ ટ્રાફિક બ્રાન્ચ વિજય પોલીસ જવાનોએ બંદોબસ્ત જાળવી રાખ્યો હતો

(12:56 pm IST)