Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આઝાદીની લડાઈમાં ધોરાજીના મેમણ અબ્‍દુલ હબીબનું એક કરોડ રૂપિયાનું દાન

સુભાષબાઝ તરફ થી મેમણ અબ્‍દુલ હબીબ ને સેવકે હિંદ નો ઇલ્‍કાબ અપાયેલ

૧૯૩૯-૧૯૪૫ ના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૪ માં સૈનિકદલ જાપાન થી બર્મા તરફ આગળ વધેલ, દરમિયાન સુભાષચંદ્ર બોઝ હિટલર પાસે જર્મની પહોંચ્‍યા અને દેશ ની આઝાદી માટે સહયોગ માંગેલ હતા, હિટલરે મદદ માટે જાપાન થી કોન્‍ટેક્‍ટ કરવાની સલાહ આપી આમ સુભાષચંદ્ર બોઝ સબમરીન મારફત જાપાન પહોંચ્‍યા અને જાપાન ગર્વમેન્‍ટ થી સહયોગ માટે વાત કરી, અને જાપાન ગર્વમેન્‍ટએ સહયોગ ની ખાત્રી આપી.અને બીજા વિશ્વયુદ્ધમાં સરન્‍ડર થયેલ ઇન્‍ડિયન આર્મીના જવાનો સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયા અને આઝાદ હિંદ ફોઝ ની રચના કરાઇ અને ઇન્‍ડિયન નેશનલ આર્મીના નામે કામચલાઉ ગર્વમેન્‍ટ બનાવાય, અને તેનું હેડકવાર્ટર રંગૂન માં રાખવામાં આવ્‍યું. અને કરન્‍સી અને પોસ્‍ટ ની ટીકીટ ની (૧૯૪૨-૧૯૪૪) પણ છપાઈ કરવામાં આવી.

આ વાત ની જાણ મૂળ ધોરાજી ના મેમણ અબ્‍દુલ હબીબ યુસુફ મારફાની કે જેઓ ધંધાર્થે રંગૂન માં રહેતા હતા તેમને થતા તેઓ સુભાષચંદ્ર બોઝ પાસે પહોંચ્‍યા અને તેઓ એ આઝાદી ની આ મોહીમ માં પોતાનો સંપૂર્ણ ટેકો, સહયોગ જાહેર કરેલ.મેમણ અબ્‍દુલ હબીબ યુસુફ મારફાની  છોપીયાના નામે ઓળખાતા હતા. છોપીયા યાને છ પૈસા (રંગૂન માં તેઓ નાની મોટી સમૂહમાં વસ્‍તુઓ વેંચતા તે છ પૈસા માં વેંચતા આથી તેઓ તયા ઙ્કછોપીયાઙ્ઘ તરીકે ઓળખાતાંર્)ં

રંગૂન માં સૈનિકો ને ટ્રેનિંગ, કરન્‍સી તથા પોસ્‍ટ ટીકીટ છપાઈ વિગેરે માટે મોટી રકમ ની જરૂરત જોતા મેમણ હબીબ મારફાણી એ એક કરોડ રૂપિયા ની આઝાદ  હિંદ બેંક' ને આપવાની જાહેરાત કરી. અને સાથોસાથ રંગૂન માં નો પોતાનો બંગલો પણ આપવાની જાહેરાત કરેલ હતા.

ઉપરોકત રકમ ની અપઁણવિધિ માટે એક ખાસ પ્રોગ્રામ નું આયોજન આઝાદ હિંદ ફોઝ દ્વારા રાખવામાં આવેલ જેમાં સુભાષચંદ્ર બોઝ દ્વારા હાઇએસ્‍ટ મેડલ' મેમણ અબ્‍દુલ હબીબ ને સેવકે હિંદ' નો ઇલ્‍કાબ અર્પણ કરેલ હતા. પોતાની તમામ રકમ, ઝવેરાત, અને બંગલા ના અર્પણ સામે સુભાષચંદ્ર બોઝ એ મેમણ અબ્‍દુલ હબીબ ને બંગલો પોતાની પાસે રહેવા રાખવા અપીલ કરી અસ્‍વીકાર કરેલ હતાર્.ં

૧૯૪૪ માં સોના નો ભાવ આશરે રૂપિયા ૩૦ જેવો હતો ( તે પ્રમાણે ગણતરી કરીએ તો આજે તે રકમ ૧૦૦૦ કરોડ જેવી ગણાય ) અને આવડી મોટી રકમ ની આઝાદ હિંદ ફોઝ ની જાહેરાત ની લાંબી અસર થઇ હતી અને આ સમાચાર ની આપણા દેશમાં પણ ખુબ ચર્ચા હતી આથી જ સન ૧૯૪૨-૧૯૪૪ દરમિયાન મેમણ અબ્‍દુલ હબીબ ના પુત્ર નુરમોહમદ શેઠ કે જેઓ રંગૂન થી પોતાના માદરે-વતન ધોરાજી આવેલ હતા તે સમયે પોલીસ ધ્‍વારા ઉપરોકત બાબતે અને અબ્‍દુલ હબીબ મારફત આઝાદ હિંદ ફોઝ ને અપાયેલ રકમ બાબતે પૂછપરછ કરાયા બાદ છોડી મૂકેલ હતાર્.ં

માહીતીઃધોરાજી ખાતે રહેતા રિટાયર્ડ ઇતિહાસકાર યુનુસભાઇ ચીતલવાલા મેમણ જેઓ મેમણ અબ્‍દુલ હબીબ યુનુસભાઇ ચીતલવાલા ના માસા ના પિતા થાય છેએમ મેમણ જમાતના પ્રમુખ અફરોઝ લકડકુડા.એ જણવેલ હતું(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા)

(11:59 am IST)