Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

વિંછીયાના પીપરીડીની સીમમાં અમૃત મીની ઓઇલ મીલમાં ‘કટીંગ' વખતે રાજકોટ એલસીબીનો દરોડોઃ ૧૪.૧૮ લાખના ૩૧૮ પેટી દારૂ સાથે પાંચ પકડાયા

પી.આઇ. એમ.એન. રાણા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે દરોડોઃ કુલ ૧૯.૨૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટઃ વિંછીયાના પીપરડી ગામની સીમમાં એલસીબી પી.આઇ. એમ.એન. રાણા અને ટીમે વિદેશી દારૂના ‘કટીંગ' વખતે જ અમૃત મીની ઓઇલ મીલમાં દરોડો પાડી અરવિંદ મગનભાઇ રાજપરા (કોળી) (રહે. જસદણ રોડ, બગીચા સામે વિંછીયા), શિવરાજ ઉર્ફ શિવકુ જેઠુરભાઇ કરપડા (કાઠી) (ઉ.૩૬-રહે. રેફડા તા. બરવાળા જી. બોટાદ), પ્રતાપ આલુભાઇ ગોવાળીયા (કાઠી) (ઉ.૩૬-રહે. રાયપર હોળાયા રસ્‍તા તા. ગઢડા સ્‍વામિના), હરેશ કનુભાઇ સુમણીયા (અનુ.જાતી) (ઉ.૨૭-રહે. કેરાળા તા. નવાપરા ગઢડા સ્‍વામિના જી. બોટાદ) તથા લાલજી ગભાભાઇ લીમડીયા (કોળી) (ઉ.૨૩-રહે. રેફળા તા. બરવાળા)ને પકડી લઇ વિદેશી દારૂની ૩૧૮ પેટી (બોટલ નંગ ૩૮૧૬) રૂા. ૧૪,૧૮,૪૦૦, સવેરોલેટ કાર ૨ લાખની, અલ્‍ટો કાર ૧,૦૦,૦૦૦ની, મારૂતિ સ્‍વીફટ કાર રૂા. ૧,૮૦,૦૦૦ની, બાઇક ૧૦ હજારનું તથા મોબાઇલ ફોન ૮ નંગ મળી કુલ રૂા. ૧૯,૨૪,૯૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

રૂરલ એસપી બલરામ મીણાની સુચના અંતર્ગત પી.આઇ. એમ.એન. રાણા, પીએસઆઇ એચ. એ. જાડેજા, એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા, હેડકોન્‍સ. રવિદેવ બારડ, બ્રિજરાજસિંહ  જાડેજા, અનિલ ગુજરાતી, જયેન્‍દ્રસિંહ વાઘેલા, મયુરસિંહ જાડેજા, રહિમ દલ, હિતેષ અગ્રાવત, મેહુલ બારોટ, મનવીર મિંૅયાત્રા, ભાવેશ મકવાણા, એએસઆઇ અમુભાઇ વીરડા, ડ્રાઇવર ભીખુભાઇ ગોહેલ સહિતે આ કામગીરી કરી હતી.

(11:43 am IST)