Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

છેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા

શનાળા રોડ, રવાપર રોડ, હોસ્પિટલ ચોક, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં સારો વરસાદ વરસી રહ્યો છે તો મોરબી જીલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં સુંધી વધારે મોરબી તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ વરસાદને પગલે મોરબી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા જેથી સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી પડી છે
 મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદમાં મોરબીમાં ૭૬ એમએમ, ટંકારામાં ૭૧ એમએમ, વાંકાનેરમાં ૪૬ એમએમ, માળિયા મિયાણામાં ૧૨ એમએમ અને હળવદમાં ૩ એમએમ વરસાદ નોંધાયો છે તો મોરબીમાં ૩ ઇંચ કરતા વધારે વરસતા વરસતા શનાળા રોડ, રવાપર રોડ, હોસ્પિટલ ચોક, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો વરસાદને પગલે રોડ રસ્તાઓ પણ તૂટ્યા છે અને ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે જેને પગલે મોરબીવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

(11:22 am IST)