Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને ઝડપી પાડતી પોરબંદર એસ.ઓ.જી.

પોરબંદર : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, મનિન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ  દ્રારા પોરબંદર જિલ્લામાં કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરો ને  શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા જણાવેલ જે અન્વયે પોરબંદર પોલીસ અધીક્ષક શ્રી, રવિ મોહન  સૈની સાહેબ દ્રારા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી  કે.આઇ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ દ્રારા એસ.ઓ.જી.ના સ્ટાફના માણસોને આવા ગે.કા.  મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને શોધી કાઢવા બાતમી મેળવવા સમજ અને સુચના કરેલ જે અન્વયે  પોલીસ .હેડ કોન્સ. કિશનભાઇ ગોરાણીયા તથા પો.કોન્સ. સમીરભાઇ જુણેજાને મળેલ બાતમી આધારે  રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે આજરોજ રેઇડ કરતા વિપુલ બટુકભાઇ સત્યદેવ ઉવ. ૩૭  રહે.રાણાકંડોરણા તા. રાણાવાવ વાળા ફકત ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલ હોય અને કોઇપણ જાતના  ડોકરટની માન્ય યુનિવર્સિટી ની લાયકાત કે ડીગ્રી ન હોવાછતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી  કેપ્સ્યુલ તથા ઇન્જેકશનો વિગેરે દવાઓ આપી પ્રેકટીસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેકશનો તથા  મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કિર. ૬૭૬૦૩/- તથા રોકડ રૂ. ૮૩૬૦/- તથા મોબાઇલ  કિર્ૂ.૫૦૦/- મળી કુલ રૂા.૭૬૪૬૩/- ના મુદામાલ રાખી અનઅધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક  સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેકટીસ કરી મળી આવેલ હોય તેના સામે  ઇ.પી.કો. કલમ-૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ની કલમ- ૩૦ મુજબ રાણાવાવ  પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલછે.   

સદરહું કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.આઇ.જાડેજા તથા ગડ। એચ.સી.ગોહિલ  તથા 141૦ કિશનભાઇ ગોરાણીયા, હરેશભાઇ આહિર, સરમણભાઇ રાતીયા, તથા 2૦ સમીરભાઇ જુણેજા,  વીપુલભાઇ બોરીચા તથા સંજયભાઇ ચૌહાણ તથા ગીરીશભાઇ વાજા દ્રારા કરવામાં આવેલ છે. 

(3:26 pm IST)