Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ગારીયાધારમાં ચાર દિવસ પૂર્વે બનેલ મારામારીમાં ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ.

- પરિવારજનો દ્વારા મૃતકની લાશ સ્વીકારવાની મનાય કરાય,પોલીસની સમજાવટ બાદ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારી.

ગારીયાધાર ગત તારીખ 22/6/22 ના રોજ મારામારીની પાંચ શખ્સો વિરુદ્ધ થયેલી ફરિયાદ ના ઘાયલ ફરિયાદી ગતરાત્રીના 11 કલાક ના આ સમયગાળા દરમિયાન સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃતકના પરિવારજનો દ્વારા લાજ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી બાદમાં પોલીસની સમજાવટ અને ખાતરી બાદ પરિવાર દ્વારા ત્રણ કલાક બાદ સ્વીકાર કરવામાં આવી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીયાધાર દેપલા પરા વિસ્તારમાં રહેતા યુવક રાહુલ શ્રીનાથ ભાઈ તિવારી ફરિયાદ નોંધાવી હતી કે પૂર્વ આયોજિત કાવતરું ઘડી ઘનશ્યામ વાઘેલા,ગૌતમ રાઠોડ,ખાલીદ ખોડવદરી વાળા, મહેશ ડાભી અને એક અજાણ્યો શક્સ લોખંડની પાઇપ અને લાકડી વડે માર મારી ફેક્ચર કરી નાસી ગયાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી રાહુલને ભારે ઇજાઓ થવાના કારણે છેલ્લા ચાર દિવસથી ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો હતો જેની ગત રાત્રીના અગિયાર કલાકના સમયગાળા દરમિયાન તબિયત ખરાબ થતાં મૃત્યુ થવા પામ્યો હતો જેના કારણે આ ઘટના મારામારીમાં થી હત્યાના ગુનામાં પરિણમી હતી ઘાયલ ફરિયાદી રાહુલના મોતની જાણ થતા ગારીયાધાર પોલીસ તાબડતોડ રીતે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે જવા માટે રવાના થઇ હતી પરંતુ મૃતકના પરિવાર દ્વારા રાહુલની લાશનો સ્વીકાર કરવાની મનાઈ કરી હતી આ બાબતે મૃતક રાહુલના ભાઈ રવિ ભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના ભાઈની ફરિયાદમાં અન્ય ત્રણ આરોપીઓના નામો ઉમેરવામાં આવે તેવી તેમની માંગણી હતી 

  જ્યારે આ બાબતે ગારીયાધાર પોલીસ મથકના પીએસઆઇ વિ.વિ.ધ્રાગુ  જણાવ્યું હતું કે પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી છે તેમની માંગણીના પગલે શંકાશીલ વ્યક્તિઓના સામે તપાસ કરી શંકા જણાવ્યા બાદ ફરીયાદમાં નામો દાખલ કરવાની ખાતરી આપતા પરિવારજનો દ્વારા મૃતક ની લાશનો સ્વીકાર કરેલ છે.

(11:53 pm IST)