Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

સોમનાથ વિસ્તારમાં બપોર બાદ પાંચ કલાકમાં પવનના સુસવાટા સાથે એક થી દોઢ ઈંચ વરસાદ

પ્રથમ વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમા આનંદ ની લાગણી

પ્રભાસ પાટણ : વેરાવળ વિસ્તારમાંમા બપોર બાદ વરસાદ શરૂ થયો હતો અને પવન ના સુસવાટા સાથે જોરદાર વરસાદ વરસતા પહેલા આગોતરી મગફળી વાવેલ તે મગફળી ને ખૂબજ ફાયદો થયેલ છે અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે વરસાદ ની કાગ ડોળે રાહ જોતા ખેડૂતો મા હરખ જોવા મળેલ પવન સાથે એક થી દોઢ ઈંચ વરસાદ વરસેલ છે અને ત્યારબાદ વરસાદ બંધ થયેલ હતો વરસાદ ને કારણે મગફળી ના ખેતરો મા પાણી ભરાણા તે તસ્વીર માં નજરે પડે છે

 

(11:11 pm IST)