Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી-જયશ્રીબેન સેજપાલના સમર્થનમાં આયોજિત મહાસંમેલનમાં ઉમટી પડવા લોહાણા સમાજના અગ્રણીઓની હાંકલ

તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી મહાસંમેલનનુ અનેરુ આયોજન.

મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજના અગ્રણીઓની અગત્યની બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બહોળી સંખ્યામા મોરબી લોહાણા સમાજના વિવિધ રાજકીય તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત આવતીકાલ તા.૨૬-૬-૨૦૨૨ રવિવારના રોજ વાંકાનેર મુકામે સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા, હિન્દુ હ્રદયસમ્રાટ જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર નગરપાલીકાના પ્રમુખ જયશ્રીબેન સેજપાલના સમર્થનમા યોજાનાર મહાસંમેલનમા ઉમટી પડવા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓએ એકસુરે હાંકલ કરી છે. તે ઉપરાંત આગામી રવિવાર તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી સમાજની વિશાળ કાર તથા બાઈક રેલી ઉપરાંત લોહાણા સમાજના મહાસંમેલનનુ આયોજન કરવામા આવેલ છે તેના આયોજનના ભાગરૂપે લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા બેઠકમા વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી.
તા.૨૬-૬ ના રોજ વાંકાનેર ખાતે યોજાનાર મહાસંમેલનમા જવા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ સાંજે ૫ કલાકે મોરબી જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. તે ઉપરાંત આગામી તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે યોજાનાર કાર તથા બાઈક રેલી સાંજે ૪ વાગ્યે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યાંથી જુના બસસ્ટેશન-પરાબજાર-શાક માર્કેટ ચોક-ગાંધીચોક-વસંતપ્લોટ-શનાળા રોડ-નવા બસ સ્ટેશન-માણેક સોસાયટી મેઈનરોડ-બાપા સિતારામ ચોક-નરસંગ ટેકરી-રવાપર કેનાલ ચોકડી-લીલાપર કેનાલ રોડ સહીત ના શહેર ના રાજમાર્ગો પર ફરી વળી લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે વિરામ લેશે. લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત લોહાણા સમાજ નુ મહાસંમેલન રઘુવંશી ક્રાંતિ મંચ ના નેજા હેઠળ યોજાશે. મહાસંમેલન મા ઉમટી પડવા સમસ્ત લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા અનુરોધ કરવા મા આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે તાજેતર મા લોહાણા મહિલા જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરવા અંગે નોટીસ ફટકારવા મા આવી છે ત્યારે ઠેર ઠેર રઘુવંશી સમાજમા રોષ ભભુકી ઉઠ્યો છે. ગુજરાત ની ૧૬૨ નગરપાલીકાઓ માંથી માત્ર લોહાણા સમાજ સંચાલિત વાંકાનેર નગરપાલીકાને જ નોટીસ શા માટે ? સમસ્ત લોહાણા સમાજ ના રાજકીય પતન નો કારસો ઘડનાર પદડા પાછળ ના ખેલાડી કોણ? સહીત ના પ્રશ્નો ની ચર્ચાએ જોર પકડ્યુ છે ત્યારે વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન તેમજ મોરબી મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન મોરબી જીલ્લાના રાજકારણમા નવા જુની સર્જશે તેવુ રાજકીય પંડિતોનુ માનવુ છે.

(10:53 pm IST)