Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબી નગરપાલિકા પ્રમુખના પતિ કે. કે. પરમારનું કેબિનેટ મંત્રી બાવળિયા તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું.

મોરબી નગરપાલિકા પ્રમુખના પતિ કે. કે. પરમારને કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહિયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ કગથરા, કાઉન્સીલર મનસુખભાઈ બરાસરાની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા
તે ઉપરાંત પ્રમુખ, સુરેશભાઈ અને મનસુખભાઈ દ્વારા મોરબીના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે તેમજ વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી જેના પ્રત્યુતરમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી

(10:44 pm IST)