Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબી : ૧૮૦ કરોડની મોટી રકમના વ્યવહારમાં કોણ -કોણ સામેલ ? આવકવેરા વિભાગને પત્ર

કોંગ્રેસ અગ્રણીએ રાજકીય માથાઓની સંડોવણી અંગે તપાસ કરવા માંગ કરી

મોરબીના રવાપર ગામે એક મિલકતના ૧૮૦ કરોડમાં ખરીદ કરી દસ્તાવેજ થયેલ હોય જે મોટી રકમના વ્યવહાર મામલે કોની કોની સંડોવણી છે અને ક્યાં રાજકીય માથાઓ સંડોવાયેલ છે તેની તપાસ કરતા નવી દિલ્હી ખાતેના આવકવેરા વિભાગને રજૂઆત કરવામાં આવી છે
મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ નવી દિલ્હી ખાતે આવકવેરા વિભાગના નિયામકને પત્ર લખી જણાવ્યું છે કે રવાપર ગામે જમીન સર્વે નં ૧૮૧ પૈકી 1 માં આવેલ પ્લોટ ક્ષેત્રફળ એકર ૨-૨૬ ગુંઠાવાળો મોરબીના જવાબદાર રાજકીય પક્ષના મોટા માથાએ રૂ ૧૮૦ કરોડમાં ખરીદ કરી દસ્તાવેજ બનાવેલ છે અને પ્લોટ પર સરકારના પ્રસ્થાપિત નિયમોનો ભંગ કરી મંજુરી વિના મોટા મોલ અને રહેણાંક માટેના બહુમાળી ફ્લેટો, શોપિંગ સેન્ટર બનાવી મોટી કીમતોમાં વેચાણ થશે અને માણસોના જાનમાલને નુકશાન ના થાય તે માટે કોઈ સુવિધા રાખવામાં આવશે નહિ
મોટા રાજકારણી આવડી મોટી રકમ ક્યાંથી અને કેવી રીતે આપેલ છે તેની આવકની તપાસ થવા માંગ કરી છે રાજકીય મોટા માથાઓ કોણ છે ? અને હાલની નાણાકીય અને ભૂતકાળમાં તેઓની નાણાકીય પરિસ્થિતિ શું હતી ? તેની પણ તપાસ કરવી જોઈએ મોરબી જીલ્લામાં અનેક ધનાઢ્ય લોકો છે પરંતુ અત્યાર સુધીમાં આવડા મોટા વ્યવહારો થયા નથી આ ઈમારત બનતા સ્થાનિક જમીન મકાનના વહીવટમાં ભારે ઉછાળો થશે જેથી આ સોદામાં કાળા નાણાનો વ્યવહાર થયાની સ્થાનિકે ચર્ચા હોય જેથી સમાજના હિતમાં પગલા ભરવા માંગ કરી છે

(10:43 pm IST)