Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીના લીલાપર ચોકડી નજીક ટેમ્પોમાંથી ઈંગ્લીશ દારૂની ૬૨૪ બોટલ ઝડપાઈ ૨.૫૧ લાખના દારૂ સહીત કુલ રૂ ૫.૫૧ લાખનો મુદામાલ જપ્ત

મોરબીના લીલાપર ચોકડીથી નવાગામ જવાના રસ્તા પર ટેમ્પોમાંથી ઈંગ્લીશ દારૂની ૬૨૪ બોટલ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો સહીત કુલ રૂ ૫.૫૧ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ચોકડીથી નવાગામ જવાના રસ્તેથી પસાર થતા ટેમ્પો જીજે ૦૩ એએક્સ ૩૨૫૭ શંકાસ્પદ હાલતમાં ઉભેલ જોવા મળતા ટેમ્પો ચેક કરતા પાછળના ભાગે ઠાઠામાં મગફળીનું ભૂસું ભરેલ કોથળાની આડમાં ઈંગ્લીશ દારૂ છુપાવી રહ્યો હોય જેમાં અલગ અલગ બ્રાંડની કુલ ૬૨૪ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૨,૫૧,૦૦૦ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો કીમત રૂ ૩ લાખ મળીને કુલ રૂ ૫,૫૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો રેડ દરમિયાન ટેમ્પો ચાલક હાજર નહિ મળતા આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
જે કામગીરીમાં મોરબી તાલુકા ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલ, જગદીશભાઈ ડાંગર, હરેશભાઈ આગલ,અક્ષયરાજસિંહ રાણા, દીપસંગભાઈ ચૌહાણ સહિતની ટીમ જોડાયેલ હતી

(10:39 pm IST)