Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીમાં ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જેક્શન પ્રકરણમાં છ આરોપીના જામીન નામંજૂર

ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણમાં અત્યાર સુધીમાં ૩૩ પૈકી ૩૦ આરોપી ઝડપાયા

મોરબીમાં ચકચારી ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણમાં ધરપકડનો સિલસિલો સતત ચાલુ છે અને મોરબી પોલીસે ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણમાં ૩૩ પૈકી ૩૦ આરોપીને ઝડપી લીધા હોય અને ઝડપાયેલા આરોપી પૈકી છ શખ્શોએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હોય જે કોર્ટે નામંજૂર કરી છે
મોરબી જીલ્લા પોલીસ ટીમો દ્વારા ડુપ્લીકેટ ઇન્જેક્શન કોભાંડ પકડી પાડીને સતત ધરપકડ કરીને ગુન્હાના મૂળ સુધી પહોંચવા રાજ્યવ્યાપી તેમજ અન્ય રાજ્યમાં તપાસ ચલાવી હતી અને પ્રકરણમાં કુલ ૩૩ આરોપીના નામો ખુલ્યા હોય જેમાંથી ૩૦ આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે જે ઝડપાયેલા આરોપીઓ પૈકી છ શખ્શોએ કોર્ટમાં જામીન અરજી કરી હતી ઝડપાયેલ આરોપી પૈકી આરોપી રમીઝ સૈયદ હુશેન કાદરી (રહે અમદાવાદ જુહાપુરા,) હસન અસ્લમ સુરતી (રહે સામરોડ ચોર્યાસી સુરત,)ફહીમ ઉર્ફે ફઈમ મહમદહારૂન મેમણ (રહે અમદાવાદ વેજલપુર,) રાજેશ ધીરૂ કથીરીયા (રહે નાના વરાછા સુરત) રાહુલ અશ્વિન કોટેચા (રહે ધૂનડા રોડ મોરબી )અને મન્સુર મેહમુદ ચૌહાણ( રહે વેજલપુર અમદાવાદ )વાળાએ આગોતરા તેમજ રેગ્યુલર જામીન અરજીઓ કરી હોય જેને મોરબી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે અને આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે

(10:37 pm IST)