Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીમાં દરેક જ્ઞાતિના ગરીબ બાળકોને આરટીઈના ફોર્મ ભરી આપશે યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબી :ધોરણ ૧ આવતા બાળકો ને રાજ્ય સરકાર ની રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં જે બાળક ધો. ૧ માં આવતું હોય અને તારીખ ૩૧/૦૫/૨૦૨૧ સુધીમાં ૫ વર્ષ પુરા થતા હોય તે બાળકનું ફોર્મ ભરી શકાય.
પોતાની મનપસંદ ગુજરાતી અને અંગ્રેજી(ખાનગી શાળા)માં ધોરણ ૧ થી ૮ સુધી વિના મૂલ્યે ભણવા મળશે…..
ઓનલાઇન અરજી ફોર્મ ભરવા ની તારીખ ૨૫/૦૬/૨૧ થી ૦૫/૦૭/૨૧ (દિવસ ૧૧)

 જિલ્લા કક્ષા એ અરજી ફોર્મ ચકાસણી કરી એપ્રુવ/રિજેક્ટ કરવા ની તારીખ ૦૬/૦૭/૨૧ થી ૧૦/૦૭/૨૧(દિવસ ૫)

પ્રક્રિયા નો પ્રથમ રાઉન્ડ જાહેર કરવા ની તારીખ ૧૫/૦૭/૨૧


અરજી માટે ના જરૂરી ડોક્યુમેન્ટ:
 બાળકનું જન્મ નું પ્રમાણપત્ર
 રહેઠાણ નો પુરાવો(આધાર કાર્ડ/પાસપોર્ટ/લાઇટબીલ/રેશન કાર્ડ/રજીસ્ટર્ડ ભાડા કરાર)
 બાળક અને માતા/પિતા નું આધાર કાર્ડ
 સક્ષમ અધિકારીનો જાતિ નો દાખલો
 સક્ષમ અધિકારીનો આવક નો દાખલો (તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો, ગ્રામ્ય વિસ્તાર માટે, ૧૨૦૦૦૦/- શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦/-)
 બાળક અથવા વાલીની બેંક પાસબુક
બાળક આંગળવાડી માં અભ્યાસ કરેલ છે એ મતલબ નું સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર
 ૦ થી ૨૦ ના સ્કોર વાળો બી.પી.એલ. કાર્ડ(લાગુ પડે તો)
પાસપોર્ટ સાઈઝ ફોટો
 માતા/પિતા ની સહી નો નમૂનો
પ્રવેશ મેળવવા માટે બાળક ના વાલીઓ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર તારીખ ૨૫/૦૬/૨૧ થી તારીખ ૦૫/૦૭/૨૧ ઓનલાઈન ભરી શકશે.
સ્થળ અને સમય:
યંગ ઇન્ડિયા ગ્રુપ ઓફીસ
ક્રિષ્ના પાન સામે
રબારી વાસ, જેલ રોડ સામે,
મોરબી ૩૬૩૬૪૧
સાંજે ૭:૦૦કલાક થી ૧૧:૦૦ કલાક સુધી,
Mo. 8000827577
Mo. 8160182942

(10:36 pm IST)