Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીમાં સેવાભાવી સંસ્થાના ઉપક્રમે રવિવારે ફ્રી બીપી અને ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે

મોરબી : ડિવાઈન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૨૭ ને રવિવારના રોજ વાવડી ખાતે આવેલ સંસ્થાના દવાખાના ખાતે ફ્રી બીપી અને ડાયાબીટીસ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

વાવડી ખાતે સંસ્થાના દવાખાના ખાતે નિશુલ્ક કેમ્પ યોજાશે જેમાં સવારે ૯:30 થી 12:30 સુધી ચાલનાર કેમ્પમાં ડૉ. બાંસરીબા જાડેજા તેમજ ડૉ. ઝરણાબેન સોનાગ્રા સેવા આપશે. કેમ્પમાં ડૉ કમલેશ પરમાર (ડિસ્ટ્રીકટ ટીબી ઓફિસર) તેમજ નિખિલભાઈ ગોસાઈ ટીબી વિભાગમાંથી હાજરી આપશે. આવનારા દિવસોમાં સંસ્થા સિવિલ હોસ્પિટલ મોરબી ટીબી વિભાગ સાથે મળીને બીજા કેમ્પો પણ કરશે. તેમ સંસ્થાના પ્રમુખ ડૉ. ચિરાગભાઈ ચૌહાણએ જણાવ્યું હતું.

(10:32 pm IST)