Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીમાં એઇડ્સ કંટ્રોલ એમ્પ્લોયઝ યુનિયન દ્વારા જીલ્લા કલેકટરને વિવિધ પડતર પ્રશ્નો મામલે આવેદન.

મોરબી : ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ એમ્પ્લોયઝ યુનિયન દ્વારા આજે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને વેતન સહિતના પ્રશ્ને રજૂઆત કરી છે
જે રજુઆતમાં જણાવ્યું છે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન સંચાલિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત ચાલતા એ આર ટી સેન્ટરના કર્મચારીઓએ રજૂઆત કરી છે કે કેન્દ્ર સરકારની નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ આર પોલીસી મુજબ દરેક રાજ્યમાં કર્મચારીના કરાર તેમજ કાર્ય થાય છે તેની માંગણી કરી હતી તેના કોઈપણ પ્રત્યુતર ના આપી કર્મચારી પર કડક વલણથી નિર્ણયો લેવામાં આવેલ છે જેવા કે પગાર અટકાવી દેવો, ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર જે છેલ્લા મહિના સુધી નિયમ મુજબ મળતા હતા તેમાં કપાત કરીને ૨૦૧૭ મુજબ પગાર કરેલ છે કર્મચારીઓ એચઆઈવી પીડિત દર્દીઓની સારવાર કરતા હોય અને લોકડાઉન છતાં દર્દી દવાથી વંચિત ના રહે તે માટે પોતાના વાહન મારફત દર્દીઓને ઘરે દવા પહોંચાડી છે જેનો ખર્ચ આજ સુધી માંગેલ નથી

(10:23 pm IST)