Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીના ધરમપુર ગામે યુવાન હત્યા પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

મોરબીના ધરમપુર ગામે મહિલા સાથે મગજમારી કરીને મારામારી કરનાર બે શખ્શોને ગ્રામજનોએ પકડીને માર્યા હોય જેમાં એક યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આઠ આરોપીઓને અગાઉ ઝડપી લેવામાં આવ્યા બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે
મોરબીના ધરમપુર ગામના રહેવાસી મંજુબેન ભરતભાઈ કોળીએ તેના પતિ ભરતભાઈની હત્યાના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં અગાઉ આરોપી જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ લઘુભાઈ વડેચા (ઉ.વ.૫૫) (રહે નવા ધરમપુર તા. મોરબી), બેચરભાઈ ગોવિંદભાઈ રાવા (ઉ.વ.૩૩) (રહે નવા ધરમપુર તા. મોરબી મૂળ રહે મોટી બરાર માળિયા ) શૈલેશ ઉર્ફે સલીયો હકાભાઇ રાવા (ઉ.વ.૨૯) (રહે નવા ધરમપુર તા. મોરબી મૂળ મોટી બરાર માળિયા) મહિપતભાઈ ઉર્ફે મયલો માધુભાઈ ઉપસરીયા (ઉ.વ.૩૬) (રહે જુના ધરમપુર તા. મોરબી) સંજય ઉર્ફે સજ્લો માધુભાઈ ઉપદરિયા (ઉ.વ.૩૦) (રહે નવા ધરમપુર તા. મોરબી,)બળદેવ ઉર્ફે બળીયો રવજીભાઈ ઉપસરીયા (ઉ.વ.૨૫) (રહે નવા ધરમપુર તા. મોરબી) શીવાભાઈ કાનજીભાઈ દારોરા (ઉ.વ.૬૫) (રહે હાલ નવા ધરમપુર મૂળ નેકનામ ટંકારા) અને રમેશ ઉર્ફે બાબો શીવાભાઈ દરોરા (ઉ.વ.૩૩) (રહે નવા ધરમપુર તા. મોરબી મૂળ નેકનામ ટંકારા)  એમ આઠ આરોપીને ઝડપી લીધા હતા
તો વધુ એક આરોપી રાહુલ રમેશભાઈ ગણેશીયા (રહે નવા ધરમપુર મૂળ મોટી વાવડી તા. મોરબી )વાળાને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(10:22 pm IST)