Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ

ગીર સોમનાથ તા.૨૬, : ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું આયોજન અને રસીકરણ ની કામગીરી ની વિગતો જાણી રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આયોજન પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યુ હતું .વેરાવળની કોવીડ હોસ્પિટલમાં ૧૦૦બેડ ની જગ્યાએ ૨૦૦ બેડની વ્યવસ્થા કરવા પણ આયોજન હાથ ધરવામાં ચર્ચા કરવામાં આવી હતી.

(10:18 pm IST)