Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાણાવાવ પોલીસ નો સપાટો : બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢી : આરોપી રામા વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો

રાણાવાવ પોલીસે સપાટો બોલાવ્યો હતો બરડા ડુંગર વિસ્તારમાં મેગા ડ્રાઈવ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી કાઢી હતી અને ભઠ્ઠી ચલાવતા આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો છે. આ અંગે ની વધુ વિગતો જોઈએ તો મ્હે.પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર સાહેબ દ્રારા રાખવામાં આવેલ પ્રોહી/જુગાર_ડાઇવ અનુસંઘાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રો મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કરેલ ખાસ સુચનાઓ ના અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગ  ગ્રામ્ય ડીવીઝનના પો.ઇન્સ.એન.એમ.દવે તથા પો.સ.ઇ. કે.એસ.ગરચર તથા એચ.બી.ધાંધલ્યા તથા પો.સબ.ઇન્સ. જાદવ તથા મીયાણી મરીન, બગવદર, માધવપુર, નવીબંદર મરીન, તથા કુતિયાણા તથા રાણાવાવ તમામ પોલીસ સ્ટેશનના પો.સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી બરડા ડુંગર વિસ્તારમાં આવેલ ખાડાનેશ, કરવલનેશ,માલકનેશ, સાતવીરડાનેશ, વિજફાડીયાનેશ, રાણવારાનેશ, દાતણીયાનેશ, ખોડીયારનેશ, ફુલજરનેશ, આંટીવાળાનેશ, ધોરીવાવનેશ, ધુણાનેશ, ઉબરીવારાનેશ, કાઢીયાનેશ, શેરમણકીનેશ, ખારાવીરાનેશ, ખુણાનોનેશ, વિગેરે નેશમાં રહેતા પ્રોહી બુટલેગરો તેમજ પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકડાયેલ ઇસમોને ચેક કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા પ્રોહી મેગા ડ્રાઇવ નુ આયોજન કરેલ જેમાં ઉપરોક્ત અધિકારીના આગેવાની હેઠળ પોલીસ સ્ટાફની અલગ- અલગ ટીમો દ્રારા ઉપરોક્ત અલગ-અલગ બરડા ડુંગરના નેશમાં સર્ચ ઓપરેશન હાથધરી આ બરડા ડુંગરમાં સંયુક્ત પ્રોહી મેગા ડ્રાઇવમાં બરડા ડુંગરમાં આવેલ કોઠાવાળા નેશમાં રામા લખમણભાઇ રબારી રહે.આદિત્યાણાગામ તા.રાણાવાવ વાળાની દેશી દારૂની ભટ્ટી મળી આવેલ જે મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનો ગુન્હો રજી. કરાવેલ છે.

આરોપીનુ નામ સરનામુ

રામા લખમણભાઇ રબારી રહે.આદિત્યાણાગામ તા.રાણાવાવ

આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ

આ કામગીરીમાં ના.પો.અધિ. સ્મીત ગોહિલ સાહેબ પોરબંદર ગ્રામ્ય તથા ગ્રામ્ય ડીવિઝનના અધિ. પો.ઇન્સ. એન.એમ.દવે તથા પો.સ.ઇ. કે.એસ.ગરચર તથા એચ.બી.ધાંધલ્યા તથા પો.સબ.ઇન્સ. પી.ડી.જાદવતથા રાણાવાવ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. યુ.કે.વરૃ, એસ.આર.કરંગીયા તથા પો.કોન્સ સંજયભાઇ વાલાભાઇ, સરમણભાઇ દેવાયતભાઇ, તથા માધવપુર, મીયાણી મરીન, તથા બગવદર, કુતિયાણા, નવીબંદર મરીન વિગેરે પો.સ્ટાફ કરવામાં આવેલ હતી.

(9:23 pm IST)