Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

તળાજાના વાટલીયામાં દિપડાના હુમલાથી વૃધ્ધનું મોત

લોકોએ હાકલા-પડકારા કરતા દિપડો ભાગી ગયો : વાડીએ સુતા હતા ત્યારે દિપડો ત્રાટકયો

(મેઘના/વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: ભાવનગર જિલ્લાના તળાજાના અંતરીયાળ ગામડાઓમાં દીપડાની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.જેને લઈ દીપડાઓ શિકારની શોધમાં માનવ વસાહતમાં આવી માનવ પર હુમલો કરી બેસે છે. વાટલીયા ગામે બળદ સાથે વાડામાં સુતેલા આધેડ ખેડૂત પર દીપડાએ હુમલો કરેલ હતો.ગળા અને લમણાં ના ભાગે કરેલ ઇજાના કારણે ખેડૂત નું સ્થળ પરજ મોત નિપજેલ હતું.

ખેડૂત પરિવાર અને ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા મુજબ વાટલીયા ગામે રહેતા ખેડૂત નનુભા જુવાનસિંહ સરવૈયા ઉ.વ આ ૫૫ ગત રાત્રે વાડામાં સુતા હતા. વહેલી સવારે ચારેક વાગ્યા બાદ સુતેલ ખેડૂત પર હુમલો કરેલહતો. ખાસ કરીને ગળાના ભાગે દીપડા એ ઇજા કરી હતી. જેન ેલઈ વૃદ્ધનું મૃત્યુ થયેલ હતું.

પરિવારના મહિલા એજ સમયે વાડામાં જતા દીપડા ને જોઈ જતા હાકલા પડકારા કરતા અને ગામના લોકો આવી જતા દીપડો ભાગ્યો હતો. જોકે દીપડાના હુમલાને લઈ ખેડૂત ના એજ સમયે મૃત્યુને ભેટેલ હતા. ફોરેસ્ટ વિભાગ ને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ખેડૂત ના મોત નું સાચું કારણ જાણવા પી.એમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ.

દીપડો માણસ નું લોહી ચાખી ગયેલ હોય તે ભવિષ્યમાં માનવી પર ફરી હુમલો કરી બેસવાની શકયતાના પગલે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે.(૯.૭)

દીપડાની રંજાડ થી ખેડૂતોને બચાવો

ભાવનગર : દીપડા ના હુમલા થી મોત ને શરણ પામેલ નનુભા ના ભત્રીજા  વિરમદેવસિંહ સરવૈયા એ બનાવ ને લઈ પ્રતિક્રિયા આપી હતી કે દાઠા વાટલીયા પંથકમાં સાવજ અને દીપડા વિચરણ કરે છે. દસથી વધારે દીપડાઓ હોવાની દહેશત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગને દીપડાઓને વારંવાર રજુઆત કરી છેકે દીપડાઓ ને પાંજરે પૂરો અને જંગલ માં છોડી આવો. પણ ખેડૂતોનું કઈ ઉપજતું નથી.

(12:54 pm IST)