Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાજુલામાં રેલ્વે જમીનનો પ્રશ્ન હલઃ અંબરીશભાઇ ડેરનું આંદોલન પૂર્ણ

રાજકોટ તા.ર૬ : રાજુલામાં રેલ્વેની રપ વર્ષથી પડતર જમીનમાં બ્યુટીફીકેશન પાર્ક અને રોડ માટે નગર પાલીકા સાથે એમ.ઓ.યુ. થયેલ હોય આ જમીન અંબરીશ ડેર દ્વારા છેલ્લા ૧૬ દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્થિત જનસંપર્ક અધિકારી દ્વારા આ રેલવેની જમીનમાં ભારત સરકારની ગ્રીન એનર્જી પહેલના ભાગરૂપે સમાજ સંગ્રહ કરવા માટે એફસીઆઇ સિલો ગોડાઉન સ્થાપવા અને સૌર પ્લાન્ટસ / પેનલ્સ લગાવવી શામેલ રાખેલ છે આ દરખાસ્તોથી તમામ લોકોને અને સમગ્ર ક્ષેત્રને ફાયદો થશે. આમ નગર પાલીકા રાજુલાને નવેમ્બર ર૦ર૦ ગ્રીન પેચના બ્યુટિફીકેશન અને વિકાસ માટે જે મંજુરી આપેલ હતી તે વ્યાપક જાહેરહિતમાં પાછી લેવામાં આવેલ છે. અમદાવાદના પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

ઉપરોકત પ્રેસ રીલીઝ થયાને કારણે નગર પાલીકા સાથેના એમ.ઓ.યુ.રદ થવાથી અને નગરપાલીકાને હંગામી ધોરણે ફાળવેલ જમીનમાં સૌર પ્લાન્ટસ / પેનલ્સ અને એફસીઆઇ સિલો / ગોડાઉન સ્થાપવાના હોય જેથી ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આ સમગ્ર પ્રકરણને પોઝીટીવ લઇને આ વિસ્તારની જનતાના હિતમાં મને આવડો મોટો પ્રોજેકટ રેલ્વે દ્વારા જાહેર કરવાથી પોતાનું આંદોલન સફળ રહેલ જણાવીને રેલ્વે બેરીકેટ સામે માર્કેટીંગ યાર્ડની સામેફટાકડા ફોડીને આ નિર્ણયને આવકાર્યો હતો.

(12:52 pm IST)