Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખના ગામમાં રોડના કામમાં ભારે ભ્રષ્ટાચારઃ જીલ્લા કલેકટરને આવેદન

અઢી કરોડ ના ખર્ચે ૭ કીલોમીટર રોડમાં સીમેન્ટ ઓછી લોખંડ વગર ડામર સહીતમાં ભારે ભ્રષ્ટાચાર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૬: ગીર સોમનાથ જીલ્લા મહીલા પ્રમુખ મેઘપુર ગામના છે તે ગામ સહીત ત્રણ ગામોને જોડતો સાત કીલો મીટરના રોડમાં ભારે ભ્રષ્ટ્રાચાર થતો હોય તેથી પ્રમુખના ગામ રપ થી ૩૦ ગ્રામ્યજનોએ આવેદન પત્ર આપતા ભારે ખળભળાટ મચેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં ચોમાસા ના સમયે અનેક ગામોમાં કરોડો રૂપીયાના ખર્ચે રસ્તાઓ બની રહેલ છે તેમાં અનેક વિસ્તારોમાંભારે ભ્રષ્ટ્રાચાર થયેલ હોય તેવો આક્ષેપો સાથે આવેદન પત્ર આપેલ હોય અને વીડીયો પણ વાઈરલ થયેલ હોય જીલ્લા પંચાયત પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા મેધપુર ગામે રહે છે તેજ ગામના રપ થી ૩૦ જેટલા યુવાનોએ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપેલ છે તેમાં જણાવેલ છે કે આજોઠાથી લઈને મેઘપુર, બોળાશ,નાવદ્રા ૭ કીલો મીટરનો રોડ પુલ સહીતનું અઢી કરોડ થી વધારે નું કામ હોય તેમાં બે જગ્યાએ રોડ બની ગયા છે તેમાં પણ ભારે ભ્રષ્ટ્રાચાર થયેલ હોય તેની તપાસની માંગ કરાયેલ છે તેમજ આજોઠાથી મેધપુર દોઢ કીલો મીટર નો રોડ બની રહેલ છે ત્યાં સ્થળ તપાસ કરતા સીમેન્ટની માત્રા ખુબજ ઓછી હતી લોખંડ હતું નહી તેની ફોટાગ્રાફી, વીડીયોગ્રાફી કરવામાં આવી છે જવાબદારોને વાત કરતા ઉધ્ધતાય ભર્યો જવાબો આપેલ હતા ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો પછી રોડ બનતા હોય તેમા ભારે ભ્રષ્ટ્રાચાર થતો હોય તેથી સરકારના નાણાને આવેલ હોય તે મુજબ રોડ બનવો જોઈએ તેવી માંગ સાથે જીલ્લા કલેકટર આવેદન પત્ર અપાયેલ છે જેથી તાત્કાલીક આ રસ્તાનું કામ બંધ કરી દેવામાં આવેલછે.

   ખુલ્લેઆમ રોડમાં ભ્રષ્ટ્રાચાર થતો હોય ગ્રામ્યજનો અમુક જગ્યાએ ફરીયાદ પણ કરી શકતા નથી અનેક ગામોમાં ખુબજ પરિસ્થિીતી ખરાબછે તેમ જણાવેલ હતું. મહીલા પ્રમુખના પતિ બચુભાઈ વાજા એ જણાવેલ હતું કે વિરોધીઓ ખોટી રીતે હેરાન કરે છે ગ્રામ્યજનો જેમ કહે તેમ રસ્તો કરી દેવા માટે તૈયાર છીએ ભ્રષ્ટ્રાચાર વાત નથી.

ગીર સોમનાથ જીલ્લામાં ચોમાસાની સીઝન માં કરોડો રૂપીયાના રોડ રસ્તાઓ બનાવવાની કામગીરી ચાલુ છે જે એજન્સીઓને કામ મળે છે તે સતાપક્ષ સાથે સંકળાયેલ હોય તેઓ ગ્રામ્યજનોએ આક્ષેપ કરેલ છે.

(12:48 pm IST)