Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વિંછીયા ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હસ્તે ૫ કરોડના ખર્ચે પુલ-રસ્તાનું ખાતમુહૂર્ત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૬: વિંછીયા ખાતે આશરે ૫ કરોડના ખર્ચે રોડ-બ્રિજના વિકાસ કામોના ખાતમુર્હુત કરી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ અને વિંછીયા પંથકમાં ગ્રામ્ય રસ્તાને પાકા રસ્તાથી જોડી વિકાસ કાર્યોને આગળ ધપાવાશે.

આ વિસ્તારમાં પીવાના પાણી માટે નલ સે જલ યોજના અને 'વાસ્મો'હેઠળ ઘર ઘર પાણી પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવાઈ હોવાનું બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત ગ્રામજનોને વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે, અમે જે વચનો આપીએ છીએ તે અમલી કરી બતાવીએ છીએ. ગ્રામજનોને શિઘ્ટાણ, આરોગ્ય, પાણી અને રસ્તાની સઘન સુવિધા પુરી પાડી છેવાડાના લોકોને પણ વિકાસની મુખ્યધારામાં જોડવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર આવે તે પૂર્વે મંત્રીશ્રીની ગ્રાન્ટ માંથી જસદણ ખાતે ઓકિસજન પ્લાન્ટ નાખવાની કામગીરીનો પ્રારંભ થઈ ચુકયો છે, તેમજ વિંછીયા ખાતે પણ ઓકિસજન પ્લાન્ટ ઉભો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું બાવળીયાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જસદણ ખાતે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને આટકોટ ખાતે આયુર્વેદિક હોસ્પિટલના નિર્માણ માટે સૈદ્ઘાંતિક મંજૂરી મળી ચુકી છે તેમજ જલ્દી જ તેના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાશે. ગ્રામજનોને રસીકરણ માટે ખાસ ભલામણ કરતા જણાવ્યું હતું કે, આવનારી લહેરથી બચવા માટે એકમાત્ર વિકલ્પ વેકિસનેશન છે. ભૂતકાળમાં અનેક રોગનું નિરાકરણ રસી દ્વારા થયું છે.

વિંછીયા ખાતે ત્રણ અલગ અલગ સ્થળોએ રૂ ૪,૯૧,૮૧,૪૧૧ ખર્ચે નિર્મિત થનારા રસ્તા તેમજ બ્રિજના ખાતમુર્હૂત કરાયા હતાં. જેમાં રૂ. ૩.૩૭ કરોડના ખર્ચે થોરિયાળી થી પીપરડી સનાળી રોડ વાઇડનિંગ, વનાળા સરતાન રોડ પર રૂ. ૬૪.૦૩ લાખના ખર્ચે હયાત કોઝવેની જગ્યાએ ૬ મિટરના ૫ ગાળા બોઘ્ટા તેમજ ભડલી ગામ તળમાં ભડલીથી સનાળા રસ્તા પર સી.સી. રોડનું રૂ. ૯૦.૧૬ લાખના ખર્ચે નિર્માણકાર્ય હાથ ધરાશે. વિવિધ સ્થળોએ ખાતમૂર્હુત પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી, ખોડાભાઈ ખસીયા, અશ્વિનભાઈ, બચુભાઈ, કાળુભાઈ, ધનજીભાઈ સોલંકી, કુકાભાઈ સાદુલ, માર્ગ અને મકાન વિભાગના કપિલભાઈ સુદ્રા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

(12:01 pm IST)