Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગોંડલમાં શ્રી કચ્છી ભાટીયા મહાજન સમાજવાડીમાં વેકસીનેશન કેમ્પનો કાલે છેલ્લો દિવસ

ગોંડલ : ગુજરાત રાજય આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ ભગવતપરા અને કચ્છી ભાટીયા મહાજન સમાજના સંયુકત ઉપક્રમે ૧૮ થી ૪૫ વય જૂથના યુવા ભાઇ બહેનો માટે વેકસીનેશનનો પ્રથમ ડોઝ આપવા માટેનું કેન્દ્ર મહાદેવ વાડીમાં તા.૨૭ સુધી સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૨:૩૦ થી ૫:૩૦ વેકસીનેશન કરાશે. વેકસીનેશન કેન્દ્રનો પ્રારંભ હીરાભાઇ આશર, ટોકરશીભાઇ વેદ, હિતેશભાઇ દવે, ડો.દેવાંગીબેન પટેલ એમઓ, ડો.અભિલાષાબેન પટેલ, ભીખુભા જાડેજા, વીવાયઓ કિશોરભાઇ સોમૈયા, કિરીટભાઇ સંપટ, મોહનભાઇ આશર, ચત્રભુજભાઇ આશર, ભરતભાઇ સંપટ, વિજયભાઇ ચોકસી, ભરતભાઇ ઠકકર, જયેનભાઇ ભટ્ટના હસ્તે દિપપ્રાગટય કરીને કર્યો હતો. આ તકે ગોંડલની ત્રિકમરાયજી મહારાજ હવેલીના ટ્રસ્ટીઓ તથા મુખ્યાજીના શુભ હસ્તે વેકસીનેશન કરવાની અવિરત સેવા આપતા આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર તથા સ્ટાફનું સન્માન કર્યુ હતુ.(તસ્વીર-અહેવાલ : હરેશ ગણોદીયા, ગોંડલ)

(11:58 am IST)