Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

દિલ્હી બોર્ડરે ચાલતા ખેડૂત આંદોલનની માગણીના ટેકામાં રાજકોટ જીલ્લામાં કિશાનસભાની સહી ઝૂંબેશ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ર૬ :.. દિલ્હી બોર્ડર ઉપર છેલ્લા છ મહીનાથી વધુ સમયથી સંયુકત કિશાન મોરચાનું આંદોલન ચાલી રહયુ છે ખેતીના ત્રણ કાળા કાયદા હટાવો ટેકાના ભાવ (એમએસપી) નો કાયદો બનાવોની માગણી માટે ખેડૂત આંદોલન ચાલી રહયુ છે.

આંદોલનની માગણીમાં સમર્થનમાં ગુજરાત કિસાનસભા અને સીઆઇટીયુ સેન્ટર ઓફ ઇન્ડીયા ટ્રેડ યુનિયન સંયુકત રીતે રાજયવ્યાપી ખેડૂતો અને કાર્યકરોમાં સહી ઝૂંબેશ ચલાવે છે સહી ઝૂંબેશ આવેદન પત્રમાં અન્ય માગણીઓ ઉઠાવામાં આવી છે કોરોના મહામારીથી જનતાને સુરક્ષીત રાખવા વેન્ટીલેટર ઓકસીજન ઇન્જેકશન અને બેડ સમયસર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરો વાવાઝોડાથી થયેલ ખેતીમાં નુકશાનીનું ન્યાયીક વળતર ચુકવો કોરોના મહામારીના લોકડાઉનથી બેરોજગાર થયેલ શ્રમજીવી પરિવારોને માસીક ૭પ૦૦ રૂપિયાની રોકડ સહાય છ મહીના સુધી આપી કોરોના મહામારીમાં આરોગ્ય લક્ષી કામગીરી કરનાર આશા વર્કર આંગણવાડી ફેસલેટર પેરામેડીકલ વકરને કોરોના સમયનું વધારાનું દૈનિક ૩૦૦ રૂપિયા ભથ્થુ આપોની માગણીનું આવેદનપત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધને તૈયાર કરેલ આ કાર્યક્રમમાં વ્યાપક સહી ઝૂંબેશ ચાલી રહી છે.

હજારો  સહીઓ વાળા આવેદનપત્ર જીલ્લા તાલુકા કક્ષાએ સત્તાવાળાઓને આપવામાં આવશે. રાજકોટ જીલ્લાનું આવેદનપત્ર ગુજરાત કિશાનસભા ઉપલેટામાં મામલતદારને આપવામાં આવશે એવુ ગુજરાત કિસાનસભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ નિવેદનમાં જણાવેલ છે.

ઉપલેટા મામલતદારને આવેદન પત્ર

ગુજરાત કિશાનસભા અને સીઆઇટીયુએ સંયુકત રીતે વડાપ્રધાનને સંબોધીને આજ રોજ આવેદનપત્ર ઉપલેટા મામલતદારને રજૂ કરેલ તેમાં જણાવામાં આવેલ કે દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરીએ છીએ ત્રણ કાળા કૃષિ કાયદા હટાવો અને એમ. એસ. પી. ને કાયદાનું સ્વરૂપ આપો રદ કરેલા શ્રમ કાયદાઓને ચાલુ કરો કોરોના કાળમાં બેકાર બનેલા શ્રમીકોને માસીક રૂ. ૭પ૦૦ છ મહીના સુધી આપો વાવાઝોડાથી થયેલ નુકશાનીનું તાત્કાલીક વળતર ચુકવો સહિતની માગણીના સમર્થનમાં અહીં ઝૂંબેશ ચલાવામાં આવી હતી. ગુજરાત કિસાનસભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાના નેતૃત્વમાં આવેદનપત્ર આપવામાં  આવેલ હતું આ કાર્યક્રમમાં ખીમાભાઇ આલ, લખમણભાઇ પાનેરા, કારાભાઇ બારૈયા, દિનેશભાઇ કંટારીયા, ચંદુભા ચુડાસમા, સીઆઇટીયુના ભૌમિક વસરા, ભાવેશ રાજગોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

(11:53 am IST)