Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

શિહોરમાં ટ્રકે એકટીવા ચાલકને હડફેટે લેતા ધ્રુવરાજ રાણાનું મોતઃ ર ને ઇજા

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ર૬ :.. ભાવનગરનાં સિહોરમાં મામલતદાર કચેરી પાસે પુર ઝડપે જઇ રહેલા ટ્રક નં. જીજે-૧ર-બીએકસ-૬૪ર૯ નાં ચાલકે આગળ જઇ રહેલ એકટીવા સ્કુટર નં. જીજે-૪-ડીપી ૦૪૭૦ ને હડફેટે લેતાં એકટીવા ચાલક ધ્રુવરાજ જયસુખભાઇ રાણા ઉ.વ.૧૮ નું બનાવ સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

જયારે જયદિપ ચંદુભાઇ મકવાણા ઉ.ર૪ અને જય ગોરધનભાઇ સોલંકી ઉ.૧૯ રહે. બન્ને પાલીતાણાને ઇજાઓ થતાં હોસ્પીટલ ખસેડાયેલ છે. અકસ્માત સર્જાયા બાદ લોકોમાં ટોળા એકઠા થતાં ટ્રાફીક જામ સર્જાયો હતો.

શિહોર પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:49 am IST)