Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વડિયામાં સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજ શરૂ કરવાની બાવકુભાઇ ઉંધાડની માંગણીમાં પંચાયતે સૂર પૂરાવ્યો

સરકાર વડિયામાં સ્કૂલ અને કોલેજ ફાળવે તો જ્યાં સુધી બિલ્ડીંગ ના બને ત્યાં સુધી ગ્રામ પંચાયત પોતાનું બિલ્ડીંગ વિનામૂલ્યે આપવા તૈયાર : વાસ્તવિક સમસ્યા સામે અનુ કૂળતા પણ મળી : હવે સરકારને ફકત મંજુરી જ આપવાની બાકી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૨૬ : ભારતના વિકસિત ગણાતા ગુજરાત રાજયમા અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક પર ભૂતકાળમા કોલેજ સુવિધાઓ હતી તે બંધ થતા. વડિયા વિસ્તારના વિદ્યાર્થીઓને દૂર બીજા તાલુકામાં અભ્યાસ માટે જવાની પડતી પરેશાની જોઈ વડિયામા જ સરકારી કોલેજ અને સરકારી સાયન્સ સ્કૂલ ફાળવવાની માંગણી સરકાર માં પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા કરવામાં આવી હતી.

વડિયા ગ્રામ પંચાયત દ્વારા તેમની શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ પાસે લોકફાળા બનેલું અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું અને પુરા વર્ગખંડ ધરાવતું બિલ્ડીંગ છે. તે બિલ્ડીંગ જો સરકાર વાડીયામાં સરકારી સ્કૂલ અને કોલેજ મંજુર કરે તો જયાં સુધી સરકારનુ પોતાનું બિલ્ડીંગ ના બને ત્યાં સુધી પોતાનું બિલ્ડીંગ વિનામૂલ્યે આપવા માટે રાજયના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી પ્રભારી મંત્રી અને પૂર્વ મંત્રીને રજુઆત કરાઈ છે. હવે સરકારે વિદ્યાર્થીઓના હિતમા હકારાત્મક ઈચ્છાશકિત બતાવીને વડિયા જેવા પછાત અને અંતરિયાળ વિસ્તારને સુવિધાઓ મળે અને બાળકોની હેરાનગતિ દૂર થઇ શકે.

(11:49 am IST)