Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ભંડેરીની વરણી

અમરેલીઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા અમરેલી તાલુકા કોંગ્રેસ સમીતીના  પ્રમુખ તરીકે  જીલ્લા કોંગ્રેસ સમીતી કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી અને પુર્વ પ્રમુખ પંકજભાઇ કાનાબારના હસ્તે મનીષભાઇ ભંડેરીને નિમણુંક પત્ર સોંપવામાં આવેલ હતું. પક્ષને વફાદાર અને સનિષ્ઠ, સક્રિય અને ઉત્સાહી અને લોક પ્રશ્ને સતત પ્રશાસનનો કાન પકડતા રહેનાર યુવા આગેવાન એવા મનીષભાઇ ભંડેરીની સતત બીજી વખત વરણી થતા નેતા વિપક્ષ પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ ડી.કે.રૈયાણી સહીતના અગ્રણીઓએ આવકારેલ છે.

(11:46 am IST)