Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કચ્છના કંડલામાં કેમિકલ ગળતરથી દુર્ગંધ: લોકોની આંખોમાં બળતરા સાથે માથું ભારે

કેમિકલનો સંગ્રહ કરતાં ટેન્ક ફાર્મ ઉપરાંત પાઈપ લાઈનોની નિયમિત ચેકીંગ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કંડલા પોર્ટ જ્યાં આવેલું છે એ કંડલા મધ્યે રહેતા રહેવાસીઓ ઉપર સતત કેમિકલ ગળતર, પેટ્રોલ ડીઝલ કે કેમિકલ ની આગ સહિતના બનાવોનું જોખમ ઝળુંબતું રહે છે. હમણાં છેલ્લા ચારેક દિવસથી કંડલા મીઠા પોર્ટની વસાહતમાં કેમિકલની દુર્ગંધ ફેલાઈ રહી છે, તે ઉપરાંત લોકોની આંખમાં બળતરા સાથે માથું ભારે લાગે છે. કેમિકલ ગળતર અહી આવેલ જીઆરઈ કેમિકલ ટર્મિનલ તથા ઈન્ડો નિપ્પોન કેમિકલ ટર્મિનલ ની પાઈપલાઈન માંથી થયું હોવાની લોકોની ફરિયાદ છે. અહી નિયમિત પ્રદૂષણ બોર્ડ દ્વારા ચેકીંગ જરૂરી છે.

(12:08 pm IST)