Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સિરામિક ઉદ્યોગપતિઓ સાથે ચીટીંગ કરનાર બને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

મોરબીના અલગ અલગ ઉદ્યોગપતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી છેતરપીંડી કરનાર બે શખ્શોને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી લઈને રિમાંડ સાથે કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મજુર થયા છે
  મોરબી તાલુકા પોલીસ મથકમાં સિરામિક એકમો સાથે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સિરામિક માલિકોને વિશ્વાસમાં લઈને એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરીને ટાઈલ્સ મંગાવી તેનું પેમેન્ટ ના આપી ચીટીંગ આચરવામાં આવતી હોય જે બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી નીલેશ પ્રવીણ સાવલીયા અને જગદીશ શમ્ભુ જોગાણી જે ચીટીંગની સઘન તપાસ ચલાવતા આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી મોબાઈલ નંબરના ઉપયોગથી સિરામિક માલિકો પાસેથી ટાઈલ્સ મંગાવી પૈસા ચુકવતા ના હોવાનું ખુલ્યું છે અલગ અલગ ૭ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ચીટીંગ કરવામાં આવી હતી મોરબીના અલગ અલગ સિરામિક માલિકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું છે જેમ મામલે પોલીસે રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મજુર કરવમાં આવ્યા છે

(9:30 am IST)