Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબી સબજેલમાં વેક્સીનેશન કેમ્પ યોજાયો

જેલ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા ફેમિલી મેમ્બર્સને પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડૉઝ અપાયો

મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા સુબેદાર અતુલભાઇ આર.પટેલ તેમજ જેલ સ્ટાફ દ્રારા હાલમાં વિશ્વવ્યાપી કોરોના વાયરસના નિયત્રંણના ભાગરૂપે ૧૮ થી ૪૪ વર્ષના નવા દાખલ થયેલા ૩૯ કેદીઓ તેમજ ૪૪ વર્ષથી ઉપરના ૬ કેદીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો તથા જેલ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા ફેમિલી મેમ્બર્સને પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો. મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

(10:52 pm IST)