Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પોરબંદરઃ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીગ્રી સર્ટીફીકેટસ પ્રશ્ને ઉકેલ ન આવે તો એનએસયુઆઇ દ્વારા ઉગ્ર આંદોલન

ગુજરાત એનએસયુઆઇના વાઇઝ પ્રેસીડેન્ટ તિર્થરાજ બાપોદરા દ્વારા ૩ દિ'નું અલ્ટીમેટમઃ ર૦૧૭ થી સર્ટીફિકેટસ અપાતા નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૬: ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સને ર૦૧૭થી અત્યાર સુધી ગ્રેજયુએટ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફીકેટસ અપાયેલા ન હોય આ પ્રશ્ને ગુજરાત એનએસયુઆઇના વાઇઝ પ્રેસીડેન્ટ તીર્થરાજભાઇ બાપોદરાએ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને રજુઆત કરીને ૩ દિવસમાં વિદ્યાર્થીઓના ડીગ્રી સર્ટીફીકેટસના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. રજુઆતમાં જણાવેલ કે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઘણા વિદ્યાર્થીઓ ગ્રેજયુએટ થઇ ચુકયા છે. ગ્રેજયુએટ થયાના ૩ વર્ષ જેટલો સમય વીતી ચુકયો છે છતા પણ આવા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફીકેટ મળેલ નથી આવી રજુઆત ધ્યાને આવી છે. પોરબંદર એનએસયુઆઇ તેમજ જુનાગઢ એનએસયુઆઇ દ્વારા અને ઘણી રજુઆત કરેલ છે પણ આ બાબતે કોઇ ઉકેલ આવેલ નથી. હાલ કોલેજો દ્વારા ડીગ્રી સર્ટીફીકેટમાટેની ફી કે જે ૩પ૦ રૂપીયા છે તે પણ લઇ લેવામાં આવી છે. છતા પણ આટલો સમય વીતી ગયેલ હોવા છતાં વિદ્યાર્થીને ડીગ્રી સર્ટીફીકેટ મળેલ નથી. હાલ યુનિવર્સિટી દ્વારા પ્રોવીઝનલ ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવ્યા છે જે સર્ટીફીકેટ અમુક પ્રાઇવેટ કંપની દ્વારા માન્ય રાખવામાં આવતા નથી અને ડીગ્રી સર્ટીફીકેટની તારીખ ૩ દિ'માં  ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન  કરવા ચીમકી આપી છે.

(12:02 pm IST)