Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

તલાલા કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડે સ્ટે માટે હાઈકોર્ટમાં અપીલ કરી

વેરાવળ શેસન્સ કોર્ટને બધા પક્ષકારોને સાંભળી સ્ટે ન આપવા મુદે યોગ્ય કારણો રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

 

અમદાવાદઃ તલાલા બેઠકથી કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડને વેરાવળ શેસન્સ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા  હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. મામલે જસ્ટીસ એસ.એચ. વોરાએ વેરાવળ શેસન્સ કોર્ટને બધા પક્ષકારોને સાંભળી સ્ટે આપવા મુદે યોગ્ય કારણો સોમવાર સુધી રજુ કરવાનો આદેશ કર્યો છે.

   અત્રે ઉલેખયનીય છે કે ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટના ચૂકાદા બાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા અને તેમના નિર્ણયને હાઇકોર્ટમાં પડકરવામાં આવ્યો હતો જેમાં જસ્ટિસ સોનિયા ગોકણી અગાઉ વેરાવળ કોર્ટ દ્વારા સજા પર જે સ્ટે આપવામાં આવ્યો હતો તેને રદ જાહેર કરતા સ્ટે પર ફરીવાર સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ સ્ટેની નવી સુનાવણી વેરાવળ સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપતા હાઈકોર્ટમાં અપિલ કરવામાં આવી હતી

(10:27 pm IST)