Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઉનામાં અઢી ઈંચ, બાબરા - પાલિતાણામાં પોણા બે ઈંચ, વિસાવદર - બગસરામાં દોઢ ઈંચ વરસાદ : અમરેલી - લાલપુરમાં અડધો ઈંચ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે પણ ધૂપ-છાંવના માહોલ સાથે હળવો - ભારે વરસાદ વરસી ગયો છે. આજે ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં અઢી ઈંચ જયારે બાબરા અને પાલીતાણામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. જયારે લાલપુર અને અમરેલીમાં અડધો ઈંચ તેમજ લાઠી, સાવર કુંડલા, ગારીયાધાર, ભાવનગર, વલ્લભીપુર, તાલાળા અને ગીર ગઢડામાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે.

(4:44 pm IST)