Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જામકંડોરણામાં તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા

જામકંડોરાણાઃ તાલુકાના શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા કયાણી સમાજ ખાતે મંડળીના પ્રમુખ મહાવિરણસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી સાધારણ સભામાં  લોન ધારક શિક્ષકોને વ્યાજ દરમ્યાન અડધો ટકો વ્યાજ ઘટાડાની જાહેરાત કરવામા આવેલ તેમજ દરેક સભાસદોને વિમા કવચ મળે તે બાબતે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ તકે સેવા નિવૃત થતાં ક્ષિકોનુ સન્માન કરવામા આવેલ તેમજ ધો.૧૦ અને ધો.૧૨માં સારા ગુણાંક મેળવેલ શિક્ષકોના સંતાનોનુ સન્માન કરવામા અવોલ હતુ આ તકે મંડળીના પ્રમુખ મહાવીરસિંહ વાળા, ઉપપ્રમુખ સંજયભાઇ સુતરીયા, બી.આર.સી.કો.ઓર્ડી. સંજયભાઇ બોરખતરીયા સહિતનાઓએ સભાસદોને માર્ગદર્શન આપ્યું હતું. આ સભામા સભાસદ શિક્ષક ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી. બેઠકમાં વિવિધ ચર્ચા અને સન્માનની તસ્વીર. (તસ્વીરઃ મનસુખભાઇ સી.બાલધા-જામકંડોરણા)

(2:41 pm IST)
  • મોડીરાત્રે મુંબઈના બોરીવલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :રાત્રે 10-30 વાગ્યાથી વરસાદ વરસી રહયો છે access_time 11:02 pm IST

  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST

  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST