Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જામનગરના મોટા થાવરીયાની સીમમાં ર૬૧ બોટલ દારૂ જપ્તઃ ઇન્દ્રીશ સંધી ફરાર

જામનગર તા. ર૬ :.. પોલીસ અધિક્ષક શરદ સિંઘલના માર્ગદર્શન અને એલ.સી.બી. પો. ઇન્સ. શ્રી આર. એ. ડોડીયાની સુચના મુજબ એલ. સી. બી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી.ની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

એલ. સી. બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ તથા અજયસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે કાલાવડ રોડ ઉપર ડી એન્ડ ડી રેસ્ટોરન્ટ સામે જગ્યા ધરાવતા ઇદ્રીશભાઇ મહમદભાઇ હાલા સંધી રહે. ઘાંચીની ખડકી, જામનગર વાળા કબ્જાની ઓરડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ ર૬૧ કિ. રૂ. ૧,૦૪,૪૦૦ નો મુદામાલ કબ્જે કરી પો. હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાની ફરીયાદ આધારે એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. આર. એ. ડોડીયાની સુચનાથી પો. સ. ઇ. શ્રી કે. કે. ગોહીલ, શ્રી આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:18 pm IST)