Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાજુલાના ડુંગર ગામમાં વ્યાજનાં રૂપિયા પ્રશ્ને ધમકી

અમરેલી તા. ર૬ :.. રાજૂલાના ડુંગરમાં રહેતા ગોરધન દામજીભાઇ પીપળીયા અલારખ બાબુભાઇ ગાહા પાસેથી પુત્રના કેન્સરની બિમારી માટે રૂપિયા બે લાખ વ્યાજે લીધેલા હતા તે રકમનું વ્યાજ સહિત ત્રણ લાખ ચુકવી દિધા છતાં જમીન લઇ વધુ વ્યાજની રકમ આપવા ધમકી આપ્યાની ફરીયાદ થવા પામી છે.

માળિલામાં ચોરી

માળિલા ગામે રહેતા બેચર મેઘાભાઇ ચાવડાના પિતાના ઘરમાંથી મુકેશ સવજી સોલંકી, ગોવિંદ અમરા નામના શખ્સો વાસણો, પંખા-ર, રોકડ મળી કુલ કિ. રૂ. ૧૮૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

બાઇક ચોરાયું

અમરેલીમાં ચિતલ રોડ ઉપર રહેતા મનોજ વ્રજલાલભાઇ કાનાબારનું પાર્ક કરેલુ હોન્ડા બાઇક નં. જી.જે.-૧૪ એ. એન. ૯૪૩૪ કિ. રૂ. ૬૦૦૦ નું કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી પોલીસમાં થવા પામી છે.

(1:18 pm IST)