Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અમરેલીના સરસીયાની સીમમાં જુગાર રમતા ૯ ઝડપાયા

અમરેલી તા.૨૬: પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાત્રીના અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ, ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી.ટીમને જુગાર અંગે ચોક્કસ બાતમી મળેલ કે સરસીયા ગામની સીમમાં રાકેશ કેશુભાઇ ચાવડા રહે.સરસીયા વાળાની વાડી પાસે જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા હોવાની સચોટ બાતમી આધારે, મળેલ હકિકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નવા ઇસમો પકડાઇ જતાં તમામ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતાં રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો (૧)મહેશભાઇ જયુભાઇ વાળા, ઉ.વ.૪૮, રહે.સરસીયા તા.ધારી, દિનેશ ગાંડાભાઇ જોષી, ઉ.વ.૩૨ રહે. ફાચરીયા તા.ધારી, રાકેશ કેશુભાઇ ચાવડા, ઉ.વ.૩૨ રહે. સરસીયા તા.ધારી, અશ્વિનભાઇ ગોરધનભાઇ બેડીયા, ઉ.વ.૪૭, રહે ગોવિંદપુર તા.ધારી, હરિભાઇ વાલજીભાઇ દાફડા, ઉ.વ.૫૫ રહે.ગોવિંદપુર તા.ધારી (૬)ચતુરભાઇ બાધાભાઇ ધામેલીયા, ઉ.વ.૪૫, રહે.ગોવિંદપુર તા.ધારી (૭)અશ્વિન બાબુભાઇ સતાસીયા, ઉ.વ.૪૫, રહે.ગોવિંદપુર તા.ધારી, દાનાભાઇ અજાભાઇ ખાંભલા, ઉ.વ.૪૨, રહે. સરસીયા તા.ધારી (૯)જીતેન્દ્ર મોહનભાઇ સોલંકી, ઉ.વ.૨૫ રહે. સરસીયા તા.ધારીને ઝડપી લીધા છે.

રોકડા રૂ.૫૬,૧૯૦ તથા મોબાઇલ નંગ ૮, કિ.રૂ.૨૨,૦૦૦ તથા મોટર સાઇકલ નંગ-૫, કિ.રૂ.૧,૦૦,૦૦૦૦ તથા જુગાર સાહિત્ય કિં.રૂ.૦૦ મળી કુલ રૂ.૧,૭૮,૧૯૦નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:15 pm IST)