Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સુરેન્દ્રનગરના માલવણ હાઇ-વે ઉપર કારમાંથી રૂ.ર.૧૦ લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ તા. ર૬: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાઓએ જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપૂર્ણ પણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓને સુચના આપેલ હોય, જે અન્વયે ડી.એમ.ઢોલનાઓએ એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે એલ.સી.બી.ટીમ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે જયદીપ ઉર્ફે લાલો પરષોતમભાઇ પટેલ રહે. અખીયાણા તા.પાટડી વાળો પોતાના કબજાવાળી ટાવેરા કાર નં. જી.જે. ૧ર એવાય ૯૭૬૭ વાળીમાં ગે.કા.પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો પરપ્રાતિય વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છેજેથી પુરતા પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા મજકુર આરોપી પોતાના કબ્જા ભોગવટાની ટાવેરા કાર નં.જીજ..૧ર એવાય-૯૭૬૭ વાળીમાં ગે.કા. પરપ્રાંતિય ભારતીય બનાવટની ડોલ્ફીન ડીલક્ષ વ્હીસ્કી ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નં.-૪૬૮ કી. રૂ.૧,૮પ,ર૦૦ તથા ૧૮૦ મીલીની નાની બોટલો નંગ-ર૩૦ કિ.રૂ.ર૩,૦૦૦ તથા ટાવેરા કાર નં. જી.જે. ૧ર એવાય ૯૭૬૭ કી. રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. પ,૧૦,ર૦૦ નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન ટવેરા કાર મુકી નાશી જઇ ગુન્હો કરેલ હોય મજકુર આરોપી તથા તપાસમાં ખુલે તે ઇસમો વિરૂદ્ધ પ્રોહી ધારા મુજબ બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજુ કરવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી.આર.જાડેજા હેડ કોન્સ હિતેષભાઇ જેસીંગભાઇ પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભ સંજયભાઇ પ્રવિણભાઇ ગોવિંદભાઇ આલાભાઇએ રેઇડ કરી ભારીતય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો પ્રોહીબીશનને સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(1:13 pm IST)