Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મોરબી લાતી પ્લોટમાં પ્રથમ વરસાદે પાણી ભરાયા

મોરબી : પંથકમાં આખરે મેઘમહેર જોવા મળી હતી અને સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. મોરબીમાં અડધો ઇંચ જેટલા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોરબીના ઔદ્યોગિક વિસ્તાર એવા લાતી પ્લોટમાં ઠેર ઠેર પાણીના તલાવડા જોવા મળ્યા હતા તો મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને અડધા ઇંચ વરસાદે પાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીની હવા કાઢી નાખી છે. (તસ્વીર - અહેવાલ - પ્રવિણ વ્યાસ - મોરબી)

(1:12 pm IST)