Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ૩૦મીએ ચૂંટણી

વર્તમાન પ્રમુખ સંદીપ આદ્રોજાની ટીમ પણ મેદાનમાં

મોરબી, તા. ર૬ : ગત તારીખ રપ જૂનના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યાલય ખાતે જિલ્લાના તમામ ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રીની સંકલન બેઠક બોલાવવામાં આવી, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ વી.સરડવા, મહામંત્રી વિરમભાઇ કે. દેસાઇ અને સીનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઇ જાકાસણીયાના માર્ગદર્શન હેઠળ સંકલન બેઠક મળી.

આ બેકઠમાં થયેલ ચર્ચા મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદની ચૂંટણી આગામી તા. ૩૦ જૂનના રોજ ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળા ખાતે સવારના ૯ કલાકે યોજવામાં આવશે. જિલ્લા સંઘ મહાસમિતિના તમામ ૧૧૦ સભ્યોને નિયમોનુસાર એજન્ડા મોકલી આપવામાં આવેલ છે. જિલ્લાના વહીવટી વિભાગને પણ સત્તાવાર રીતે જાણ કરવામાં આવેલ છે. જિલ્લા સંઘની ચૂંટણી નિયત સમયે જ યોજવાની કાર્યવાહી જે તે સમયે વર્તમાન હોદેદારો દ્વારા નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરેલ જ હતી, પરંતુ અમુક જુથો દ્વારા વાહિયાત અરજીઓ કરી સમગ્ર પ્રક્રિયામાં અડચણ ઉભી કરી ચૂંટણી પ્રક્રિયા વિલંબિત કરેલ હતી. ટર્મમાં જિલ્લા સંઘની વર્તમાન ટીમ દ્વારા શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે સાથે અનેક શૈક્ષણિક, સામાજિક અને સંગઠનાત્મ પ્રકલ્પો હાથ ધરેલ હતા. વર્તમાન હોદેદારોની ટીમ વતી હાલના મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઇ બી. આદ્રોજાએ જિલ્લા સંઘ પ્રમુખ પદની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી છે. વર્તમાન જિલ્લા સંઘ પ્રમુખ મણીભાઇ વી. સરડવા અને તેમની સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ ત્વરીત અને કાર્યશીલ, છેલ્લા બે વર્ષમાં જ સંગઠનને મજબૂતી આપનાર, અડગ, નીડર, અને સાહસિક એવા સંદીપભાઇ આદ્રોજાને સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટું સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે તો સંદીપ આદ્રોજાની સામે અન્ય જૂથએ પણ સક્રિય થઇને પોતાની દાવેદારી નોંધાવી છે. (૮.૭)

(11:51 am IST)