Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ શુક્રવારે સેન્સ લેશે

ડો. હેમાંગ વસાવડા, બ્રિજેશ મેરજા, મહંમદ બ્લોચ મુરતીયાઓને સાંભળશે

રાજકોટ, તા. ૨૬ : જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે આવતીકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ આ માટે મુખ્યમંત્રી બંગલા ખાતે મળી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ ખભ્ભા ઉચકયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશાનુસાર શુક્રવારે બપોરે ૩ વાગ્યે જૂનાગઢ - ધોરાજી બાયપાસ ફાટક પાસે આવેલ સરદાર પટેલ - ડે સ્કુલ ખાતે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા મુરતીયાઓને પ્રદેશ નિરીક્ષક સર્વશ્રી ડો.હેમાંગ વસાવડા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને મહંમદ હુસૈન બ્લોચ સાંભળશે. જૂનાગઢના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો સાથે પણ ચર્ચા કરી અને ઉમેદવારી પસંદગીની કાર્યવાહી કરી પ્રદેશને રીપોર્ટ કરશે.

(11:45 am IST)
  • રાજયની સરકારી કોલેજો અને યુનિવર્સિટીને ફાયર સેફટીના સાધનો અપાશે સુરત અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી : બજેટમાં ખાસ જોગવાઈ કરાશે access_time 6:26 pm IST

  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST

  • સુરતના કીમમાં ઠેર ઠેર પાણી ભરાયા :સાધના હોસ્પિટલમાં પાણી ઘુસ્યા સુરતમાં પ્રથમ વરસાદે જ કિમ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિમના સાધના હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાયા છે, જયારે અમૃતનગર અને શિવાજીનગર જવાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. access_time 7:56 pm IST