Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મેંદરડાના ઇટાળીમાં પિતાએ પહેરેલ કપડામાંથી જંતુનાશક દવાની અસર થતા પ વર્ષના પુત્રનું મોત

જુનાગઢ તા. ર૬: મેંદરડા તાલુકાનાં ઇટાળી ગામે રહેતા ગોવિંદભાઇ પુનાભાઇ ચારોલીયા ગઇકાલે તેમનાં ખેતરમાં મગફળીનાં વાવેતર ઉપર જંતુનાશક દવા છાંટતા હતા.

આ દરમ્યાન દવા છાંટી લીધા બાદ ગોવિંદભાઇ બેઠા હતા ત્યારે તેમનો પોતાનો પાંચ વર્ષનો પુત્ર અજયને તેડીને રમાડતા આ બાળક બેહોશ થઇ ગયો હતો.

આથી અજયને તાત્કાલિક મેંદરડા ખાતે અને બાદમાં જુનાગઢની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં અહીં ફરજ પરનાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં ગોવિંદભાઇનાં કપડામાં જંતુનાશક દવા ઉડી હોય અને આ પહેરેલ કપડે પુત્રને તેડીને રમાડતા પિતાનાં કપડામાંથી જંતુનાશક દવાની ઝેરી અસર થવાથી માસુમ અજયનું મોત થયું હતું.

આ કરૂણાંતિકાથી પરિવાર સહિતનાં લોકોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

(11:45 am IST)